ધરણા:નવસારીના દિવ્યાંગ વ્યક્તિ છેતરપિંડી થયા બાદ ન્યાય ન મળતાં રેંજ આઈજીની ઓફિસ બહાર ન્યાયની માંગ સાથે બેઠાં

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરણાં પ્રદર્શન સાથે ન્યાયની માંગ કરવામાં આવી હતી. - Divya Bhaskar
ધરણાં પ્રદર્શન સાથે ન્યાયની માંગ કરવામાં આવી હતી.
  • 11 વર્ષથી ન્યાયની માંગ સાથે ધક્કા ખાઈ રહ્યા બાદ ધરણાં પર બેઠાં

નવસારીના એક દિવ્યાંગ વ્યક્તિ પર ત્યાંના માથાભારે ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેને લઈને તેઓએ ફરિયાદ નોંધાવવા અનેક રજૂઆતો કરી હતી. પરંતુ ક્યાંયથી પણ ન્યાય ન મળતા આખરે સુરત ખાતે તેઓ રેંજ આઈજી ઓફીસ બહાર ધરણા પર બેઠાં છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે.

ત્રણ મહિનાથી હુમલા થાય છે
નવસારી ખાતે આવેલા મુન્દ્રારા ગામના રહેવાસી ઈમ્તિયાઝ અહમદ શેખ દિવ્યાંગ છે. તેઓ સુરતમાં રેંજ આઈજીની ઓફીસ બહાર ધરણા પર બેસી ગયા છે. તેઓએ જણાવ્યું હતું કે, જમીનને લઈને તેઓના ગામમાં માથાભારે ઈસમો તેઓને છેલ્લા કેટલાય વર્ષોથી હેરાન કરે છે. છેલ્લા ૩ મહિનાથી તેઓના પર જીવલેણ હુમલા કરી રહ્યા છે.

ફરિયાદ ન સંભળાતા ધરણા
આ અંગે તેઓએ નવસારીમાં તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓને તમામ સબૂતો સાથે રજૂઆતો કરી છે. પરંતુ તેઓની ફરિયાદ ક્યાંય સાંભળવામાં નથી. આવતી તેમજ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. જેથી તેઓએ આખરે ના છુટકે સુરતમાં રેંજ આઈજી ઓફીસ બહાર ધરણા પર બેસવું પડ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી તેઓ અહી ધરણા પર બેસી રહેશે.