તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:નેચરલ, સિન્થેટિક હીરાના સર્ટિફિકેશનનો ભાવ એકસરખો હોવાથી ઉત્પાદકોને મુશ્કેલી

સુરત14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સિન્થેટિક ડાયમંડ અને નેચરલ ડાયમંડ બંનેના સર્ટીફિકેટનો સરખો જ ભાવ હોવાથી સિન્થેટિક ડાયમંડ ઉત્પાદકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ગૌરવ શેઠી કહે છે કે, ‘સિન્થેટિક ડાયમંડનું સર્ટિફિકેશન કરતી સંસ્થા મર્યાદિત છે.

ભારતીય કંપનીઓ દ્વારા સર્ટીફિકેશન થાય છે પરંતુ વૈશ્વિક બજારમાં મોટાભાગે વિદેશી લેબનું જ સર્ટીફિકેશન માન્ય ગણાય છે જેના કારણે ઉંચા દરે પણ સિન્થેટિક ડાયમંડના ઉત્પાદકોએ સર્ટિફિકેશનની નોબત આવે છે.’ સુરતમાં 8 ઉત્પાદકો 2500 કરોડથી વધુના હીરાનું પ્રોડક્શન કરે છે.

ઈન્ટરનેશનલ-નેશનલ માર્કેટમાં સિન્થેટિક ડાયમંડમાં ધીમે ધીમે રોકાણકારોની રુચિ વધી રહી છે. સિન્થેટિક ડાયમંડના વિશ્વાસનું કારણ તેનુ સર્ટિફિકેશન છે. આ સર્ટીફિકેશનના ઉંચા દરના કારણે ઉત્પાદકોના ખિસ્સા પર વધારાનો ભાર પડે છે. 5 લાખના નેચરલ અને 1 લાખનો સિન્થેટિક ડાયમંડ માટે સર્ટિફિકેશન માટે એક જ કિંમત ચૂકવવી પડે છે. જે સિન્થેટિક ડાયમંડ ઉત્પાકો માટે વધુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો