આજના આધુનિક અને ઝડપી યુગમાં લોકો પોતાના શરીર પ્રત્યે જવાબદાર અને જાગૃત બને તે ખુબ જરૂરી છે. જે ધ્યાને લઇ સુરત શહેર પોલીસ દ્વારા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત ફાઉન્ડેશન તથા ભંડેરી લેબ ગ્રોન ડાયમંડ્સના સહયોગથી આજથી 19 ડિસેમ્બર સુધી એસ.એમ.સી. કોમ્યુનીટી હોલ કતારગામ ખાતે નેશનલ પાવર લિફ્ટીંગ સ્પર્ધાનો શુભારંભ થયો છે. સ્પર્ધામાં પાવર લિફ્ટીંગ, બેન્ચ પ્રેસ અને ડેડ લીફ્ટ મળી કુલ ત્રણ ઇવેન્ટમાં દેશના જુદા જુદા 14 જેટલા રાજ્યોમાંથી 650 સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો છે.
સ્વસ્થ સમાજની રચના કરવાનો ઉદ્દેશ્ય
સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય આજના યુવા વર્ગ તેમજ સમાજને "સ્વાસ્થ્ય એ જ જીવન છે", "ચાલો તંદુરસ્ત રહી નીરોગી બનીએ જે સંકલ્પોથી માહિતગાર કરીને સુરત શહેર તેમજ આખા દેશને “તંદુરસ્ત શરીર, સ્વસ્થ જીવનથી માહિતગાર કરી સ્વસ્થ સમાજની રચના કરવાના સુરત શહેર પોલીસના સંકલ્પને લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થવાનો છે.
Say No To Drugsનું સુત્ર
આજે આખા વિશ્વમાં ડ્રગ્સનો વિષય ખુબ જ મોટો ચિંતાનો વિષય છે. દેશને આ ડ્રગ્સના દુષણમાંથી બહાર લાવવા માટેની પહેલ ભારત દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવી છે. દેશના નાગરીકોને પોતાના સારા સ્વાસ્થ્ય માટે "Say No To Drugs" પોતાના પરીવારના સુખ માટે “Say No To Drugs રાષ્ટ્રની સુરક્ષા માટે Say No To Drugs"નું સુત્ર આપી આ કાર્યમાં સહભાગી થવા દેશના તમામ નાગરીકોને આહવાન કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.