આવેદનપત્ર:નેશનલ પેન્શન રિસ્ટોરેશન યુનાઇટેડ ફોરમ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવામાં માગ સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ

સુરતએક મહિનો પહેલા
પેન્શન સ્કીમને બંધ કરી GPF સહિતની જૂની પેન્શન સ્કીમ અમલી કરવા રજૂઆત કરાઈ હતી.
  • માત્ર 5 વર્ષમાં માટે ધારાસભ્યને સાંસદ બને તો પણ મોટું પેન્શન મળતું હોય તો અમારી સાથે અન્યાય કેમ?-રજૂઆત

રાજ્ય સરકાર દ્વારા નવી પેન્શન પોલિસીને અમલમાં લાવ્યા બાદ કર્મચારીઓ સાથે અન્યાય થઈ રહ્યો હોય તેવું વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી.ગુજરાત સરકારના માસિક ટકાવારી કેન્દ્ર સરકારની સરખામણીમાં ઓછી હોવાથી કર્મચારીની નિવૃત્તિ બાદ ઘણું ઓછું પેન્શન મળવાથી જીવનસ્તરમાં પણ ઘટાડો થાય છે, તથા સરકારી કર્મચારીઓમાં તેમના ભવિષ્યને લઈને અસુરક્ષાની ભાવના પેદા થાય છે. કર્મચારીઓના કુટુંબની સામાજિક સુરક્ષા જળવાઈ રહે તથા કર્મચારીઓ સરકારની કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણમાં નિશ્ચિત થઈને ચોગદાન આપી શકે છે.

કેન્દ્ર પ્રમાણે કરવા રજૂઆત
ભારત સરકારની નવી પેન્શન યોજનામાં વખતો વખત થયેલ સુધારા મુજબ NPS ધારકના અવસાન બાદની કુટુંબ પેન્શનની જોગવાઈ ભારત સરકારની તર્જ ઉપર ગુજરાતમાં શરૂ કરવી, ભારત સરકારની જેમ પેન્શન કપાતમાં ગુજરાત સરકારનો ફાળો 10% ના સ્થાને 14% કરવો જોઈએ. ગુજરાત સરકાર હેઠળ કામ કરતા તમામ કર્મચારીઓને લાગુ કરવામાં આવે વર્ગ 3 અને 4 ના કર્મચારીઓના અકાળે અવસાન થવાના કિસ્સામાં સરકાર દ્વારા અપાતી ઉચ્ચક નાણાકીય સહાય વર્ગ-1અને વર્ગ-2ના અધિકારીઓના કિસ્સામાં પણ આપવાની જોગવાઇ કરવી. આગામી નાણાકીય વર્ષથી ગુજરાત સરકારના તમામ અધિકારીઓ / કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમને બંધ કરી GPF સહિતની જૂની પેન્શન સ્કીમ અમલી કરવી.

ભવિષ્યને સુરક્ષીત કરવું જોઈએ
નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન યુનાઈટેડ ફોરમના મહામંત્રી ઉમેશ ગોહિલે જણાવ્યું કે, સરકારે જૂની પેન્શન યોજના લાવીને પોતાના કર્મચારીઓનું ભવિષ્યને સુરક્ષિત કરવું જોઈએ. જે કર્મચારીઓ પ્રામાણિક અને નિષ્ઠાપૂર્વક સેવાઓ કરે છે. તેમના માટે પણ આ ખુબ જ જરૂરી છે. સરકારના કર્મચારી તરીકે 30 વર્ષ જેટલો સમય આપતા કર્મચારીઓને અંતે કંઈ મળતું નથી. બીજી તરફ માત્ર પાંચ વર્ષ માટે ધારાસભ્યને સાંસદ તરીકે ચૂંટાયેલા નેતાઓ માટે પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. જેની સરખામણી કરીએ તો સ્પષ્ટ દેખાઈ આવે કે કર્મચારીઓ સાથે અન્યાય થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...