• Home
  • Local
  • Gujarat
  • Surat
  • National Doctors Day, In Surat, 79 doctors on duty in the fight against corona were infected at the risk of their lives

નેશનલ ડોક્ટર્સ ડે / સુરતમાં જીવના જોખમે કોરોના સામેની લડતમાં ફરજ બજાવતા કુલ 79 ડોક્ટર સંક્રમિત થયા

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • સિવિલના 22, સ્મીમેરના 6 અને 51 પ્રાઈવેટ તબીબ કોરોના સંક્રમિત થયા
  • સુરતમાં 3200થી વધુ કોરોના દર્દીઓની સારવાર કરી ઘરે રવાના કર્યા છે

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 11:54 AM IST

સુરત. દર વર્ષે પહેલી જુલાઈએ સમગ્ર દેશમાં ડોક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે સુરત શહેરમાં કોરોના વોરિયર્સ લાંબા સમયથી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આવા સંજોગોમાં સુરતમાં અત્યાર સુધીમાં કુલ 79 તબીબ કોરોના સંક્રમિત થયા છે. જેમાં સિવિલ હોસ્પિટલના 22, સ્મીમેર હોસ્પિટલના 6 અને 51 પ્રાઈવેટ તબીબોનો સમાવેશ થયો છે.

ડોક્ટરો રાત દિવસ ખડેપગે કામ કરી રહ્યા છે
સુરતમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત દર્દીઓને સાજા કરનારા ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ 79 ડોક્ટર કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેમાં સિવિલ હોસ્પિટલના 22, સ્મીમેર હોસ્પિટલના 6 અને 51 પ્રાઈવેટ તબીબોનો સમાવેશ થયો છે. હાલમાં વકરી રહેલી પરિસ્થિતીમાં સિવિલ સહિતના ડોક્ટરો રાત દિવસ ખડેપગે પોતાના જીવને જોખમમાં મૂકીને કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર આપી રહ્યા છે. અત્યાર સુધીમાં 5200થી વધુ દર્દીઓ પૈકી 3200થી વધુ દર્દીઓને યોગ્ય સારવાર આપીને સાજા કરીને ઘરે પહોંચાડ્યા છે.

એક જ દિવસમાં 8 ડોક્ટર કોરોના સંક્રમિત થયા
આરોગ્ય વિભાગ પ્રમાણે, અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોના સંક્રમિત થયેલા 210 ડોક્ટર પૈકી 5 ડોક્ટરના મોત થયા છે. સુરત શહેરમાં ગત રોજ જ સિવિલ કેમ્પસમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વધુ 4 તબીબ સંક્રમિત થયા છે. આ સાથે રાંદેર વિસ્તારમાં રહેતા અને પ્રાઈવેટ તબીબ, કતારગામ વિસ્તારમાં રહેતા અને પ્રાઈવેટ ક્લિનીક ચલાવતા બે તબીબ અને યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલના તબીબ પણ સંક્રમિત થયા છે. આમ મંગળવારે શહેરમાં 8 તબીબોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી