કાર્યવાહી:બિલ્ડર પાસે ખંડણી માંગનારો નાસિર પોલીસ પહોંચ બહાર

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના રાણી તળાવ વિસ્તારમાં રહેતા આરીફ સાબીર કુરેશી ભાગીદાર સાથે જે.કે. ડેવલપરના નામથી કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. સગરામપુરામાં યુસુફ મંઝિલ એપાર્ટમેન્ટનું બાંધકામ કરતા હોય આરોપી નાસીર સુરતીએ ખંડણી પેટે રૂપિયા માગી એક દુકાન પર કબજો કરી વધુ નાણાં માંગી કામ પણ બંધ કરાવી દીધું હતું. બાદમાં સીસી કેમેરા પર લાલ કપડુ પણ બાંધી દીધું હતું. કંટાળેલા બિલ્ડર આરીફે નાસીર વિરુદ્ધ અઠવા પોલીસમાં ફરિયાદ નોંધાવી પણ હજુ સુધી પોલીસ નાસીરને પકડી શકી નથી.

અન્ય સમાચારો પણ છે...