લૂંટેરી દુલ્હન:નાસિકની લૂંટેરી દુલ્હન કતારગામના યુવકની 1.80 લાખની મતા લઈ ફરાર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોકબજાર પોલીસે ટોળકી સામે ચીટીંગનો ગુનો નોંધ્યો
  • ​​​​​​​લગ્ન કરાવવાના બહાને દલાલોએ પણ રૂપિયા પડાવ્યા

મહારાષ્ટ્રના નાસિકની લૂંટેરી દુલ્હન સાથે લગ્ન કરવામાં કતારગામના યુવકે 1.80 લાખની મતા ગુમાવી છે. જેમાં વાત એવી છે કે કતારગામ ખાતે રહેતા અને ગેરેજ ચલાવતા 37 વર્ષીય મહેશ નામના યુવકે લગ્ન કરવા માટે એક મિત્ર મારફતે હર્ષદનો સંપર્ક કર્યો હતો. પછી હર્ષદે તેને મોમીનનો સંપર્ક કરાવ્યો હતો.

મોમીને તેને વોટસએપ યુવતીઓના ફોટા મોકલ્યા હતા. જેમાંથી મહેશને એક યુવતી પસંદ આવતા તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી. આથી મોમીને તેની પાસે પહેલા આંગણિયામાં 6 હજાર મંગાવ્યા હતા. મોમીન અને હર્ષદ યુવકની બહેનના ઘરે આવ્યા અને જે યુવતી ગમતી હતી તે યુવતી મહારાષ્ટ્રની છે, હું તેના ઘરે જાઉ છું કહી બીજા 15 હજાર પડાવ્યા હતા.

યુવકને અમદાવાદ ખાતે યુવતીને જોવા માટે બોલાવ્યો હતો. 12 એપ્રિલ-22માં લગ્નની તૈયારી કરવા માટે મોમીન, રાજુ અને ગણેશ બડુ કવિતા નામની યુવતીને લઈ આવ્યા હતા. પછી પછી દલાલો લગ્ન કરાવી ત્યાંથી નીકળી ગયા અને કવિતા મહેશના ઘરે રોકાય ગઈ હતી. 5 દિવસ પછી કવિતાએ માતાની તબિયત ખરાબ હોવાનું બહાનું કાઢી ત્યાંથી રફુચક્કર થઈ ગઈ હતી.

સોના-ચાંદીના દાગીના,સાડીઓ લઇ ગઇ
મહેશ પાસેથી 5 સાડીઓના 20 હજાર, સોના-ચાંદીના દાગીના, લગ્ન ખર્ચ માટે 1.05 મળી કુલ 1.80 લાખની રકમ પડાવી હતી. કવિતાએ 1.80 લાખના દાગીના અને કપડા લત્તા લઈ ભાગી જતા મામલો ચોકબજાર પોલીસમાં પહોંચ્યો છે. પોલીસે દલાલ મોમીન ગાહા(, ભાવનગર), લૂટેંરી દુલ્હન કવિતા સુનિલ વાધ(રહે, તલેગાંવ, નાસિક), ગણેશ બંડુ ધીપે(રહે, નાસિક, મહારાષ્ટ્ર) અને હર્ષદ સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...