ચુકાદો:11 વર્ષીય તરૂણી ઉપર બળાત્કાર કરનાર નરાધમને 20 વર્ષની જેલ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગોડાદરામાં દોઢ વર્ષ પહેલા દિલીપ પાલે સંબંધ બાંધ્યો હતો
  • પરિવાર સૂતો હતો ત્યારે તરૂણીને રૂમમાં લઇ ગયો હતો

ગોડાદરામાં 12 વર્ષની તરૂણીની એકલતાનો લાભ લઇને બળાત્કાર ગુજારનારા આરોપીને કોર્ટે 20 વર્ષની સજા, રૂપિયા 50 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો. સરકાર તરફે એપીપી દિપેશ દવેએ આરોપીને કડક સજા કરવા સંબંધિત દલીલો કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, બાળકીની માનસિક પરિસ્થિતિ પણ અદાલતે ધ્યાને લેતા આરોપીએ ભોગ બનનાર કે જે કુમળી વયની હતી. તેની નાદાનિયત અને મુગ્ધવસ્થા તેમજ તરૂણાવસ્થાનો પણ ગેરલાભ લઇ દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન કોર્ટે પીડિતા તરૂણીને વળતર સ્વરૂપે રૂ. 45 હજાર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો.

ગોડાદરા પોલીસ મથકમાં નોંધાયેલા કેસની વિગત મુજબ તા. 20મી જાન્યુઆરી, 2021ના રોજ ગોડાદરામાં ઘરમાં બધા સૂઈ રહ્યા હતા. ત્યારે મોડી રાત્રે ફરિયાદી જાગતા તેમણે જોયુ તો 11 વર્ષીય દીકરી ઘરમાં હાજર ન હતી. આજુબાજુ અને મહોલ્લામાં તેની શોધખોળ કરતા તે મળી આવી ન હતી. આથી ઘરના સભ્યો બહાર બેઠા હતા અને તેની રાહ જોઇ રહ્યા હતા. ઉપરાંત દીકરી ન આવે તો વહેલી સવારે પોલીસને જાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

સવાર પડતા દસ વાગ્યાની નજીક દીકરી ઘરે આવી હતી અને જણાવ્યું હતું કે, હું 12 વાગ્યે ઘરની બહાર નિકળી ત્યારે આરોપી દિલીપ પાલ અહીં આવ્યો હતો અને મારો હાથ પકડીને લઇ ગયો હતો અને મારી સાથે શારિરીક સંબંધ બાંધ્યો હતો. હું ગભરાય જતા રાત્રે પરત ફરી નહતી. આ કેસમાં પાછળથી પોલીસ ફરિયાદ થતાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામેનો કેસ ચાલતા કોર્ટે 20 વર્ષની સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...