સચીન જીઆઇડીસી ખાતે આઠ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનારા આરોપી ઉેપેન્દ્ર સહનીને કોર્ટે પાંચ વર્ષની સજા ફટકારી હતી. સાથે કોર્ટે આરોપીને રૂપિયા દસ હજાર દંડનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે એપીપી દિપેશ દવેએ આરોપીને કડક સજા કરવા માટે દલીલો કરી હતી.
કેસની વિગત મુજબ આઠમી ઓગષ્ટ, 2021ના રોજ બનેલી બળાત્કારની આ ઘટનામાં આરોપી ઉપેન્દ્ર સહનીએ બાળકીને પોતાના કબજામાં તેની સાથે છેડછાડ કરી બળાત્કાર ગુજાર્યો હતો. જો કે, બાદમાં પીડિતા બાળકીએ આરોપી ઉપેન્દ્ર સહની દ્વારા કરાયેલી હરકત વિશેની સમગ્ર હકીકત તેની માતાને જણાવી હતી.
જેના પગલે બાદમાં આરોપી ઉપેન્દ્ર સહની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આરોપીની ધરપકડ કરાઇ હતી અને બાદમાં તેની સામેનો કેસ ચાલ્યો હતો અને કોર્ટમાં દલીલોના અંતે આરોપીને ઉપેન્દ્ર સહનીને 5 વર્ષ સજાનો હુકમ અને 10 હજારનો દંડ કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.