કાર્યવાહી:લિંબાયતમાં સગીરાને લગ્નની લાલચ આપી રેપ કરનાર નરાધમની ધરપકડ

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક

લિંબાયતમાં પાડોશમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપીને બે વખત દુષ્કર્મ આચરનારા યુવકને પોલીસે ઝડપી પાડી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે.લિંબાયતમાં રહેતા મોઇન સોકત પીંજારી નામના યુવકે તેની પાડોશમાં રહેતી 17 વર્ષીય સગીરાને ચાર મહિના પહેલા પ્રેમજાળમાં ફસાવી હતી. તેણે સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે બે વખત શરીરસંબંધ પણ બાંધ્યો હતો.

જોકે ત્યાર બાદ સગીરાએ મોઇનને લગ્ન કરવાનું કહેતા તેણે ના પાડી દીધી હતી. જેથી સગીરાએ મોઈન દ્વારા અાચરવામાં આવેલા કુકર્મની જાણ પરિવારને કરી હતી અને મોઇનની સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે લિંબાયત પોલીસે મોઈન સામે બળાત્કાર તેમજ પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી મોઇનની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...