• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 'Namotsav' To Be Organized On Prime Minister Narendra Modi's 71st Birthday In Surat, 71 Kg Jalebi Will Be Distributed Instead Of Cake

ગ્રાન્ડ ઈવેન્ટ:સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મ દિવસે 'નમોત્સવ'નું આયોજન, કેકની જગ્યાએ 71 કિલોની જલેબી વહેંચાશે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવાનું આયોજન કરાયું છે. - Divya Bhaskar
સુરત ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવાનું આયોજન કરાયું છે.
  • સંજીવ કુમાર ઑડિટોરિયમમાં ' નમોત્સવ' કાર્યક્રમમાં ભગવાન રામની આરતી કરાશે
  • વડનગરની થીમ પર મંચની સજાવટ, 71 વિદ્યાર્થીઓને સીએના અભ્યાસ માટે દત્તક લેવાશે

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 71માં જન્મ દિવસને લઈ ભાજપ દ્વારા નમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 17 મી સપ્ટેમ્બર ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે સુરતના આંગણે અનોખું આયોજન કરવામાં આવ્યું છે. વડનગરથી વડાપ્રધાન સુધીનું એમની નરેન્દ્ર મોદીજીની અદભુત જીવન યાત્રા લોક કલાકાર સાંઈરામ દવે “નમોત્સવ” કાર્યક્રમમાં ગીતો અને વાતોના માધ્યમથી મંચ પર જીવંત કરશે.

સંસ્કૃતિ અને પરંપરાના સૌને દર્શન થશે-ભાજપ
આ સમગ્ર આયોજન અંગે ભાજપ સુરત મહાનગર પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા એ જણાવ્યું હતું કે આ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 71માં જન્મ દિવસ નિમિતે “નમોત્સવ" નું આયોજન ન ભૂતો ન ભવિષ્યતિ બની રહે તે માટેનો નિર્ધાર પહેલેથી જ કર્યો હતો. ગુજરાતના જાણીતા અને લોકપ્રિય લોક કલાકાર સાંઈરામ દવેને સુરત ખાતે આમંત્રિત કરવામાં આવ્યા છે. કલાકારો એ એવી સુંદર કૃતિ રજૂ કરશે કે એ કૃતિના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના બાળપણથી લઈને વડાપ્રધાન સુધીના જીવન સફરને મંચ પર જીવંત કરશે. સાથે ને સાથે જ કલાકારો ભારત અને ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાના સૌને દર્શન કરાવશે.

71 વિદ્યાર્થીઓને દત્તક લેવાશે
સ્થાઈ સમિતિના અધ્યક્ષ પરેશભાઈ પટેલએ જણાવ્યું કે, માત્ર કાર્યક્રમ થકી જન્મ દિવસની ઉજવણી જ નહીં કરવામાં આવશે પણ આ પ્રસંગે સમાજને પ્રેરણા મળી રહે તેવું સામાજિક કાર્ય પણ કરવામાં આવનાર છે. મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળાઓમાં અભ્યાસ કરતા એવા 71 બાળકોને દત્તક લેવાશે કે જેઓ સીએ બનવા માંગે છે. આ બાળકોના સીએના અભ્યાસ પૂર્ણ થાય ત્યાર સુધીનો તમામ ખર્ચ સામાજિક અગ્રણીઓ અને સંસ્થાઓ ભોગવશે જેમને સી.એ. હરિ અરોરા, પ્રકાશભાઈ ધોરિયાણી અને દિનેશભાઈ ચૌધરીએ આ કાર્ય માટે સાથે લાવી એકજુટ કર્યા છે.

વડાપ્રધાનના જન્મદિવસે કેક કાપવાના બદલે જલેબીનું વિતરણ કરાશે.
વડાપ્રધાનના જન્મદિવસે કેક કાપવાના બદલે જલેબીનું વિતરણ કરાશે.

કેક નહીં પણ 71 કિલોની જલેબીનું કટિંગ થશે
સુરતના મેયર હેમાલીબેન ભોગાવાલાએ જણાવ્યું હતું કે,સામાન્ય રીતે જન્મ દિવસના અવસરે કેક કટિંગ કરીને સેલિબ્રેશન કરવામાં આવતું હોય છે પણ અમારા દ્વારા કેક કટિંગ ના બદલે જલેબીની કટિંગ કરાશે. આ માટે ખાસ 71 કિલોની એક વિશાળ જલેબી બનાવવામાં આવી છે જેને કટિંગ કાર્ય પછી અનાથાશ્રમના બાળકોમાં વેંચવામાં આવશે.