સુરત મહાનગર પાલિકાના વોર્ડ નં 14ના નગરસેવકના નક્લી સહી-સિક્કા બનાવીને ખોટીરીતે દૂરઉપયોગ કરવામાં આવ્યા હોવાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. આ સંદર્ભે વોર્ડ નં 14ના નગરસેવક મધુબેન ખેનીએ વરાછા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. અરજી મુજબ તેમના નામના ખોટા સહી-સિક્કા બનાવીને તેનો સરકારી કામકાજમાં દૂરઉપયોગ કરાતો હતો. તેમના નામે ખોટી રીતે રૂપિયા પડાવીને લોકો સાથે છેતરપીંડી કરવામાં આવી છે.
નગરસેવકના ખોટા સહી-સિક્કા આધારકાર્ડ જેવા ડોક્યુમેન્ટમાં ઉપયોગ થયો છે. જેમના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે. અજાણ્યા લોકો વિરૂધ્ધ ફરિયાદ આપવમાં આવી છે. સહી-સિક્કાનો દૂરઉપયોગ કરી ને અજાણ્યા ઇસમો દ્વારા મોટી રકમની ઉઘરાણી કરવામાં આવતી હોવાનો ગંભીર આરોપ મુકાયો છે. આ અરજીના આધારે હાલમાં તો વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે. તપાસ બાદ ગુન્હો દાખલ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.