તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સવાણી પરિવારનો નબીરો વોલ્વો કારમાંથી દારૂ પીધેલો પકડાયો

સુરત13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • કારનો દરવાજો ખખડાવ્યો પણ નહીં ખોલતા પોલીસે કાચ તોડવો પડ્યો
 • પીપલોદમાં રહેતો મનિષ સવાણી કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે

સુરતના જાણીતા સવાણી પરિવારનો નબીરો સહારા દરવાજા પાસે લક્ઝુરિયસ વોલ્વો કારમાં પીધેલી હાલતમાં પકડાયો હતો. પોલીસે તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધ્યો હતો. પકડાયેલો મનિષ ઇશ્વર સવાણી ઉદ્યોગપતિ અને સમાજસેવક મહેશ સવાણીના પિતરાઇ ભાઇ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

પુણા પોલીસ સાંજે સહારા દરવાજા પાસે રાજીવનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. મેઇન રોડ પર વોલ્વો કાર પાસે કેટલાક લોકો ભેગા થયેલા જોઈને પોલીસ ત્યાં પહોંચી હતી. કારમાં ડ્રાઇવર સીટ પર એક યુવક પડેલો હતો. પોલીસે દરવાજો ખખડાવ્યો પરંતુ યુવકે કોઈ રિસ્પોન્સ આપ્યો ન હતો. તેથી પોલીસને શંકા ગઈ કે આ મોટા પરિવારનો વ્યક્તિ હોય તેની સાથે કાંઈ અજુગતું થયું હોય શકે છે.

તેથી પોલીસે પથ્થરથી કારનો કાચ તોડ્યો હતો. ત્યાર બાદ યુવકને ધક્કા મારતા તે ઉઠ્યો હતો. તેને બહાર કાઢીને જોતા આંખો લાલ હતી અને મોઢામાંથી દારૂની વાસ આવતી હતી. તેથી પોલીસે તેને અને કારને પોલીસ સ્ટેશને લીધી હતી.ત્યાં પ્રાથમિક દ્રષ્ટીએ તે યુવક પીધેલો જણાતો હતો. તેની પુછપરછ કરી અને આઈડી પ્રુફ માંગતા તેનું નામ મનિષ ઇશ્વર સવાણી( ૩૭ વર્ષ, રહે. રીજેન્સી ટાવર, રાજહંસ સિનેમા પાસે, પીપલોદ) હતું.

મનિષ હીરાથી લઈને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલ છે. પોલીસે તેના વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઇવની કલમ એમવીએક્ટ ૧૮૫ મુજબ ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે. મોડી રાત્રે બ્લડ સેમ્પલ લેવા માટે મનિષને સ્મિમેર હોસ્પિટલ લઈ જવાયો હતો. પોલીસે ગુનામાં તેની વોલ્વો કાર નંબર જીજે-૦૫-આરસી-૫૭૩૬ (હાલની કિંમત ૨૦ લાખ રૂપિયા ) કબજે કરી છે. રાત્રે ઉદ્યોગપતિઓ અને વેપારીઓ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન બહાર આવી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો