તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વોન્ટેડ ઝડપાયો:વિદેશી યુવતીઓને દેહવ્યાપારમાં ધકેલતા નેટવર્કનો ચાર વર્ષથી નાસતો ફરતો નેપાળી એજન્ટ સુરતમાં ઝડપાયો

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરતમાં સાત નેપાળી યુવતીઓ રાખી દેહવિક્રય કરાવવાનું શરૂ કર્યું હતું. - Divya Bhaskar
સુરતમાં સાત નેપાળી યુવતીઓ રાખી દેહવિક્રય કરાવવાનું શરૂ કર્યું હતું.
  • મહારાષ્ટ્રના પુણેમાં નોંધાયેલા મકોકાના ગુનામાં આરોપી વોન્ટેડ હતો
  • સુરતના વેસુ વિસ્તારમાં રૂમ રાખી નેપાળી યુવતીઓ પાસે દેહવિક્રય કરાવતો હતો

વિદેશી યુવતીઓને દેહવ્યાપારના ધંધામાં ધકેલતા નેટવર્કમાં એજન્ટ તરીકે કામ કરતા અને પુણેમાં નોંધાયેલા મકોકાના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી વોન્ટેડ નેપાળી યુવાનને સુરત ક્રાઈમ બ્રાન્ચે ભાટપોર ગામ કાસા રિવા હોટલ પાસેથી ઝડપી લીધો હતો. છેલ્લા 10 દિવસથી સુરત છુપાયેલા નેપાળી યુવાને સ્થાનિક યુવાન સાથે મળી વેસુમાં રૂમ રાખી નેપાળી યુવતીઓ પાસે દેહવિક્રય કરાવવાનું શરૂ કર્યું હતું.

પુણેમાં પોલીસે મસમોટું સેક્સ રેકેટ ઝડપી પાડ્યું હતું
બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે ઇચ્છાપોર ભાટપોરગામ કાસા રિવા હોટલ પાસેથી શિવા રામકુમાર ચૌધરી ( ઉ.વ.37, રહે.માનસરોવર, વીજયપથરોડ, જયપુર,રાજસ્થાન. મુળ રહે.હર્મસ ડ્રોમ, રૂમ નં.1, ઈ-બિલ્ડીંગ, વિમાનનગર, પુણે, મહારાષ્ટ્ર. મુળ.નેપાળ ) ને ઝડપી લીધો હતો. ચાર વર્ષ અગાઉ પુણેના નગર રોડ સ્થિત હયાત હોટલમાં પોલીસે છાપો મારી મસમોટું સેક્સ રેકેટ ઝડપી પાડ્યું હતું.

24 વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી
રશિયા, ઉઝબેકીસ્તાન, નેપાળ તેમજ ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી છોકરીઓને લાવી તેમને દેહવ્યપારના ધંધામાં ધકેલતો હતો. અલગ અલગ વેબસાઈટ ઉપર તેની જાહેરાત મૂકી હોટલોમાં સપ્લાય કરતા નેટવર્કના સૂત્રધાર કૃષ્ણાસીંગ સુરેન્દ્રસીંગ અને તેના એજન્ટો મળી કુલ 24 વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી મકોકા હેઠળ પણ કાર્યવાહી કરી હતી.

10 દિવસ અગાઉ જ સુરતમાં છુપાવા આવ્યો હતો
ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલો શિવા આ નેટવર્કમાં એજન્ટ તરીકે કામ કરી વિદેશોમાંથી યુવતીઓ લાવી આપતો હતો. મકોકા હેઠળ કાર્યવાહી થતા તે વતન નેપાળ ભાગી ગયો હતો અને બે વર્ષ ત્યાં રહી ફરી ભારત આવી દિલ્હી અને જયપુરમાં રહ્યા બાદ માત્ર 10 દિવસ અગાઉ જ સુરતમાં છુપાવા આવ્યો હતો. જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ શિવાએ સુરતના વેસુ વિસ્તારમાં એક સ્થાનિક સાથે મળી એક રૂમ રાખી ત્યાં પાંચથી સાત નેપાળી યુવતીઓ રાખી દેહવિક્રય કરાવવાનું શરૂ કર્યું હતું.