પોલીસની રેડ:સુરત પોલીસે વરાછા, કાપોદ્રા, ઉધના, મહિધરપુરા, ચોકબજાર, કતારગામ અને રાંદેરમાંથી જુગાર રમતા 48ને ઝડપી પાડ્યા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • સાત સ્થળોએ પોલીસે દરોડા પાડી 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

રક્ષા બંધન અને રવિવારની રજાને લઈ જુગાર રમતા 48 જણાને સુરત શહેર પોલીસે વિવિધ વિસ્તારોમાંથી ઝડપી પાડ્યા હતા. કુલ સાત સ્થળોએ પોલીસે દરોડા પાડી 3 લાખથી વધુ નો મુદ્દામાલ કબજે લઈ તપાસ હાથ ધરી છે.

રોકડા રૂપિયા તથા મોબાઈલ મળી સહિતનો મુદ્દામાલ જપ્ત
વરાછા, કાપોદ્રા, ઉધના, મહિધરપુરા, ચોકબજાર, કતારગામ અને રાંદેર વિસ્તારમાં પોલીસે કુલ આઠ શાળોએ દરોડા પાડી જુગાર રમતા 48 જુગારીયાઓને પોલીસે પકડી પાડ્યો હતા. પોલીસે તમામ જુગારીયાઓ પાસેથી રોકડા રૂપિયા તથા મોબાઈલ મળી 3.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

વરાછામાં ખાતામાં ધાબા ઉપર રેડ
વરાછા પરીમલ સોસાયટીમાં આવેલા ખાતામાં ધાબા ઉપર રેડ પાડી જુગાર રમતા પ્રાપ્રજીવન રાધવજી પટેલ (રહે, પરીમલ સોસાયટી વરાછા), કનુ ગોરધન સોલંકી (રહે, ભગીરથ સોસાયટી વરાછા), મુકેશ વિઠ્ઠલ માલવીયા (રહે,શિવનગર મોટા વરાછા),મહેશ પરસોત્તમ પટેલ (રહે, પટેલનગર એ.કે.રોડ), પ્રદીપ મનસુખ પટેલ (રહે. એમ સ્ક્વેર કડોદરા), હસમુખ યાદવ (રહે, આસ્થા રો હાઉસ કામરેજ), કાળુ કોળી (રહે, ઘનશ્યામનગર એલ.એચ.રોડ)ને ઝડપી પાડી રોકડા 16750 અને ચાર મોબાઈલ મળી કુલ રૂપિયા 30740નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મકાનમાં જુગાર રમતા ઝડપાયા
કાપોદ્રા પોલીસે બુટભવાની રોડ સહાનંદ સોસાયટીના એક મકાનમાં ગઈકાલે સાંજે સાડા છે વાગ્યે રેડ પાડી જુગાર રમતા વહાણ સારવા (રહે, સહજાનંદ સોસાયટી), પ્રકાશ ઝુંઝવાડિયા (ઔ, સહજાનંદ સોસાયટી),સુરેશ પડસાળા (રહે, ઓમ ટાઉનશીપ પાસોદરા), અલ્પેશ ભુવા (રહે, સૌરાષ્ટ્ર દર્શન સોસાયટી કઠોદરા), હિતેશ તલાડીયા (રહે, રામક્ષા સોસાયટી કાપોત્ર)ને ઝડપી પાડી રોકડા 27640 કબજે કર્યા હતા.

ઉધનાના મફતનગરમાં જુગાર રમતા ઝડપાયા
ઉધના પોલીસના જણાવ્યા મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસોએ બપોરે મફતનગરમાં રેડ પાડી જુગાર રમતા વિનોદ વોરા (૨હે, વિજ્યા નગર), મહેશ વધેરા (રહે, વિજ્યાનગર), કરણ વાઘેલા (રહે. મફતનગર ઉધના), જયેશ જાગલ (રહે, મફતનગર ઉધના),ને ઝડપી પાડી રોકડા 13650 કબજે કર્યા હતા.