તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:1200 રૂપિયા ન આપનાર મિત્રને ચપ્પુ મારી મિત્રએ જ પતાવી દીધો

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એકે રોડ પર બનેલી ઘટના, હત્યારો લોજ પાસે બેસી રહ્યો
  • ‘મૈને ઉસકા મર્ડર કર દિયા’ કહીને આરોપી દોડતો ગયો હતો

વરાછામાં એ.કે.રોડ યુવકે 1200 રૂપિયા પરત નહીં આપતા મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૂળ ઓરિસ્સાનો ટુબલા હટિયા સ્વાઈ હાલમાં વરાછામાં એ.કે.રોડ પર અશોકનગર ઝુપડપટ્ટીમાં રહેતો અને મજુરી કામ કરતો હતો. તેની સાથે તેનો મિત્ર ટુકના બાવરીબંદુ શાહુ પણ રહેતો હતો. ટુકના પણ મજુરી કામ કરે છે. ટુબલાએ આરોપી ટુકના પાસેથી 1200 રૂપિયા ઉછીના લીધા હતા. ટુબલા તે રૂપિયા આપતો ન હતો. તે મુદ્દે તેમના વચ્ચે ઝગડો થતો હતો.

મંગળવારે બપોરે પણ તેમની વચ્ચે ઝગડો થયો હતો. તે સમયે ટુકનાએ ટુબલાને ગળાના ભાગે અને છાતીના ભાગે ચપ્પુ મારી તેની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ આરોપી ટુકના રૂમની બહાર દોડીને બોલવા લાગ્યો કે, મેને ટુબલા કો માર દિયા, ઉસકા મર્ડર કર દિયા. ત્યાર બાદ બાજુમાં એક લોજની બહાર બેસી રહ્યો હતો. ઓળખીતાઓએ પોલીસને જાણ કરતા વરાછા પોલીસે સ્થળ પર જઈને ટુકનાની અટકાયત કરી હતી. તેના વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આ ઘટનામાં ટુકનાએ હત્યા કરવા માટે જે ચપ્પુનો ઉપયોગ કર્યો હતો તે મેળવવા માટે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ સમક્ષ પણ હત્યારાએ કબૂલાત કરી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...