તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાએ માનવતાને હચમચાવી દીધી. રોગચાળાના આટલા મુશ્કેલ સમયગાળામાં પણ એવાં ઘણા નાયકો હતા જેમણે નિ:સ્વાર્થપણે તેમની ક્ષમતા પ્રમાણે માનવતાના ભલા માટે કાર્યો કર્યા. માય એફએમ જિયો દિલ સે એવોર્ડ સીઝન 9 આવા નાયકોને એવોર્ડ આપી સન્માનિત કરશે. જિયો દિલ સે એવોર્ડ્સ સીઝન 9નું નોમિનેશન શરૂ થઇ ગયું છે. નોમિનેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી છે.અહીં એ નોંધવું જરૂરી છે જિયો દિલ સે એવોર્ડ સીઝન 9ના નોમિનેશનમાં સહભાગીઓની ભાગીદારી કોરોના રોગચાળા દરમિયાન દર્શાવતી હોવી જરૂરી છે.
જો તમે અથવા તમારી જાણકારીમાં અન્ય કોઈ આ ક્ષેત્રોમાં કાર્યરત છે, તો પછી તમે તેમને જિયો દિલ સે એવોર્ડ માટે નોમિનેટ કરી શકો છો. તમે માય એફએમની વેબસાઇટ myfmindia.com/jiyodilseawards ની મુલાકાત લઈને એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. માય એફએમની ઓફિસ પર આવીને પણ તમે ફોર્મ મેળવી શકો છો. ફોર્મને સારી રીતે ભરો અને 21 ફેબ્રુઆરી સુધીમાં માય એફએમની ઓફિસમાં સબમિટ કરાવો.માય એફએમનો જિયો દિલ સે એવોર્ડ એવા લોકોને આપવામાં આવે છે કે જેઓ સ્વાર્થ વિના સમાજસેવામાં રોકાયેલા છે.
અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોને આ સન્માન મળ્યું છે, ત્યારબાદ તેમનું જીવન બદલાઈ ગયું છે. સરકાર સહિત અનેક સંસ્થાઓ એવોર્ડ વિજેતાની સામાજિક અને આર્થિક સહાયતાના હેતુથી આગળ આવી છે, જેથી આ બધા નાયકો સમાજ સેવા વધુ સારી રીતે કરી શકે છે. જિયો દિલ સે એવોર્ડ્સના પ્રેસેન્ટિંગ સ્પોન્સર છે એલઆઈસી ઓફ ઇન્ડિયા - હર પલ આપકે સાથ. જિયો દિલ સે એવોર્ડ્સ વિશે વધુ માહિતી માટે સાંભળતા રહો માય એફએમ, ચલો આજ કુછ અચ્છા સુનતે હે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.