બાપ-દીકરીના સંબંધને લજાવતો કિસ્સો:સુરતની કિશોરીએ કહ્યું, ‘મારા પિતા છેડતી કરે છે’, આપવીતી સાંભળી હેલ્પલાઇને પોલીસ મોકલી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સચિન પોલીસ સ્ટેશન - ફાઈલ તસવીર - Divya Bhaskar
સચિન પોલીસ સ્ટેશન - ફાઈલ તસવીર
  • 14 વર્ષીય કિશોરીએ ચાઈલ્ડ હેલ્પ લાઈન નંબર પર કોલ કર્યો

સચિનમાં સગો પિતા કિશોરી સાથે મહિનાઓથી અણછાજતું વર્તન કરી શારીરિક અડપલા કરતો હતો. પિતા દ્વારા કરાઇ રહેલી હેરાનગતિથી ત્રાસી જઇને 14 વર્ષીય કિશોરીએ ચાઈલ્ડ હેલ્પ લાઈન નંબર પર કોલ કર્યો હતો.

પાંચ મહિનાથી સગી પુત્રીની સાથે છેડતી કરતો
કિશોરીએ આ સમગ્ર ઘટના બાબતે હેલ્પલાઇનને પોતાની આપવીતી જણાવી હતી.જેથી પોલીસે બાપ સામે ગુનો દાખલ કરી તેની અટકાયત કરી હતી.છેલ્લા પાંચ મહિનાથી પુત્રીની સાથે ઘરે કોઈ ન હોય ત્યારે છેડતી કરતો હતો.સચિનમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે રહેતો 38 વર્ષીય યુવક પલસાણા ખાતે આવેલી કંપનીમાં નોકરી કરે છે. મુળ ઉત્તરપ્રદેશનો છે. જેને સંતાનમાં 1 દીકરો અને 14 વર્ષની દિકરી છે. દિકરી ધોરણ-6માં અભ્યાસ કરે છે.

કિશોરીએ ચાઈલ્ડ હેલ્પલાઈન નંબરને ફોન કરી મદદ માંગી
સચિન પોલીસ સ્ટેશનમાં યુવકની સામે તેની સગી દિકરીએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. કિશોરી જ્યારે ઘરે એકલી હોય ત્યારે પિતા અડપલા કરતો હતો. પિતાની આ પ્રકારની હરકતો વધતી જતા કિશોરી ત્રાસી ગઇ હતી. કિશોરીએ હિંમત કરીને પોતાની આ સ્થિતિથી વાકેફ કરવા માટે અને મદદ મેળવવા માટે ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર પર ફોન કર્યો હતો.

પિતાની સામે છેડતીની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી
કિશોરીએ ચાઇલ્ડ હેલ્પ લાઇનને સાથે બનતી ઘટના વર્ણવી મદદ માંગી હતી. જેથી ચાઈલ્ડ હેલ્પલાઈનના માણસો પોલીસની ટીમ લઈને તેના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં પોલીસે કિશોરી અને તેની માતાની પુછપરછ કરી હતી. પૂછપરછ બાદમાં પિતાની સામે છેડતીની ફરિયાદ નોંધી અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...