તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીક્રુતિ:મારા પિતાએ બે પત્ની કરી તેથી હું પણ બે પત્ની કરીશ, ફાયરના ડ્રાઇવરે પત્નીને માર માર્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

કાપોદ્રા ફાયર સ્ટેશનમાં નોકરી કરતા ડ્રાઈવરે પત્નીને માર મારી ત્રાસ આપી કહ્યું કે, મારા પિતાએ બે પત્ની કરી છે તેથી હું પણ બે પત્ની કરીશ.કાપોદ્રામાં રહેતી સંજનાબા( નામ બદલ્યું છે)ના લગ્ન 4 વર્ષ પહેલા આરોપી હરપાલસિંગ કનકસિંહ રાણા સાથે થયા હતા. હરપાલસિંહ કાપોદ્રા ફાયર સ્ટેશન પર ડ્રાઈવર તરીકે નોકરી કરે છે.

લગ્નના થોડા મહિનાઓ બાદ હરપાલસિંહ નાની-નાની વાતે સંજનાબાને હેરાન કરતો હતો. નાની-નાની વાતે મારઝુડ કરતો હતો. સંજનાબા પિતા સાથે ફોન પર વાત કરતી ત્યારે હરપાલસિંહ તેની પાસેથી ફોન આંચકી લેતો હતો.હરપાલસિંહ ઘણી વખત કહેતો કે મારા પિતાએ બે લગ્ન કર્યા છે તેથી હું પણ બે લગ્ન કરીશ.

તેથી બીજી લાવીશ પછી તારી કોઈ જરૂર નથી. તારે ઘરમાં રહેવું હોય તો હું કહુ તેમજ રહેવું પડશે.પતિથી ત્રાસીને સંજનાબા પિતાના ઘરે ગઈ ત્યારે હરપાલસિંહ પણ ત્યાં જઈને સંજનાબાના પિતા અને ભાઈ સાથે ઝઘડો કરીને ભાઈને મારવાની ધમકી આપી હતી. સમાજના વડિલોએ મધ્યસ્થી કરતા ફરીથી બંને રહેવા લાગ્યા હતા. બાદ હરપાલસિંહ દારૂ પીને આવતો હતો. બુધવારે હરપાલસિંહે દારૂ પી ઘરે સંજનાબાને માર માર્યો હતો. જેથી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો