તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Music Therapy To Relieve Stress In Patients In Kovid Ward In Surat Civil, Songs Are Performed At The Request Of Patients

સહયોગ:સુરત સિવિલમાં કોવિડ વોર્ડમાં દર્દીઓને તણાવમુક્ત કરવા માટે સંગીત થેરાપી, દર્દીઓની ફરમાઈશ પર ગીતો રજૂ કરાય છે

સુરત5 મહિનો પહેલા
તબીબો અને નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીઓ માટે મ્યૂઝિક થેરાપી શરૂ કરવામાં આવી છે.
  • સ્ટેમસેલ બાદ કિડની હોસ્પિટલમાં બનેલા કોરોના વોર્ડમાં પણ પ્રયોગ કરવાનું આયોજન

સુરત સિવિલ હોસ્પિટલની કોવિડ-19માં કોરોના સામે જંગ લડતા દર્દીઓને માનસિક તણાવ મુક્ત બનાવવા સંગીત થેરાપી શરૂ કરાઇ છે. સ્ટેમ સેલ બીલડીગમાં દર્દીઓની ફરમાઈશના ગીત ગાઈ અલગ અલગ સંસ્થાઓના કાર્યકર્તાઓ અને ડોક્ટરો દર્દીઓને રિકવરીના પરિણામો લઈ રહ્યા છે. છેલ્લા 6 દિવસથી શરૂ કરાયેલી આ થેરાપી બાદ હવે કિડની હોસ્પિટલ માં બનાવેલા કોરોના વોર્ડના દર્દીઓને પણ સંગીત થેરાપી આપી સાજા કરવાનું આયોજન થઈ રહ્યું છે.

ગીત સંગીતના તાલે દર્દીઓ અને મેડિકલ સ્ટાફ પણ ઝૂમી ઉઠે છે.
ગીત સંગીતના તાલે દર્દીઓ અને મેડિકલ સ્ટાફ પણ ઝૂમી ઉઠે છે.

દર્દીનો માનસિક તણાવ દૂર થાય છે
ડૉ. ઓમકાર ચૌધરી (મેડિકલ ઓફિસર સુરત સિવિલ હોસ્પિટલ) એ જણાવ્યું હતું કે, સંગીત થેરાપી કોરોનાના દર્દીઓ પર કારગાર સાબિત થઈ રહી છે. છેલ્લા 6 દિવસમાં અનેક દર્દીઓ માનસિક તણાવ મુક્ત જ નહીં પણ એમની રિકવરી પણ સારી આવી છે. આવા સમયમાં દવા, દુઆ સાથે સંગીત થેરાપી આપી દર્દીઓને સાજા જ નહીં પણ માનસિક તણાવમાંથી બહાર લાવી શકાય છે.આ વિચાર ડોક્ટરો દ્વારા જ કરાયો હતો. જેમાં અલગ અલગ 4 જેટલી સંસ્થાના કાર્યકર્તાઓ પણ જોડાયા છે.

દર્દીઓને તાળીઓ પાડીને ખુશ રાખવાની કોશિષ કરવામાં આવે છે.
દર્દીઓને તાળીઓ પાડીને ખુશ રાખવાની કોશિષ કરવામાં આવે છે.

મનપસંદ ગીત રજૂ કરાય છે
દર્દીઓના મન પસંદ ગીત ગાય એમનું મનોરંજન કરી રહ્યા છે. આગામી દિવસોમાં આ સંગીત થેરાપી કિડની હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓને સાજા અને માનસિક તણાવમાંથી બહાર લાવવામાં પણ કારગાર સાબિત થશે એવી આશા રાખીએ છીએ. મોટાભાગના દર્દીઓ ભક્તિના ગીત સાંભળવાનું અને ડાન્સ કહો કે લિન થઈ જતા હોય શકાય છે. જ્યારે કેટલાક દર્દીઓ શોલે ફિલ્મનું 'કોઈ હસીના જબ રૂથ જાતિ તી હે તો' જ્યારે બજરંગી ભાઈજાન ફિલ્મનું 'દમ અલી અલીના ગીત પર ઝૂમતા દેખાય રહ્યા છે. જ્યારે કેટલાક દર્દીઓ સાંઈબાબાના ભજન ' મેરે સર પે સદા તેરા હાથ રહે, સાથે દર્દીના પગ દબાવી એની પીડા દૂર કરવાની કોશિશ કરાઈ રહી હોવાનું ડો. ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું.