ચર્ચા:મસ્કતી હોસ્પિટલને હવે 33 લાખના ખર્ચે રિપેર કરાશે!

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટ્રક્ચરલ રિપોર્ટ ફેલ આવ્યા બાદ કવાયત
  • આજની સ્ટેન્ડિંગની બેઠકમાં નિર્ણય લેવાશે

શહેરના રાજમાર્ગ વિસ્તારમાં ટાવર રોડ પર આવેલી પાલિકા સંચાલિત મસ્કતી ધર્માર્થ હોસ્પિટલનો સ્ટેબિલીટી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ ફેલ આવ્યા બાદ હવે પાલિકાના સેન્ટ્રલ ઝોન દ્વારા બિલ્ડિંગના ઉપરના માળ ઉતારવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર માટે બે અલગ-અલગ જગ્યા ઊભી કરવાની ડિમાન્ડ ઊભી થવાની સાથે મિલકતમાં અંદરથી પ્લાસ્ટર કરવા તેમજ અન્ય રિપેરિંગ માટે તજવીજ પણ શરૂ કરવામાં આવી છે.

ટપાલિકાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મસ્કતી હોસ્પિટલમાં વિવિધ તબક્કે રિપેરિંગ માટે અંદાજીત 45 લાખ રૂપિયાના ખર્ચ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. જેને ધ્યાનમાં રાખીને પાલિકાએ ઇજારદારો પાસે ઓફરો મંગાવી હતી. જેમાં લોએસ્ટ ટેન્ડર 26.19 ટકા નીચું મળ્યું હતુ્ં.મસ્કતી હોસ્પિટલમાં રિપેરિંગ કામગીરી માટે 33.21 લાખની ઓફર કરનારી એજન્સીને કામ સોંપણી કરવા અંગેનો નિર્ણય લેવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ અંગે 3 માર્ચના રોજ મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લેવાશે. ટૂંકમાં છેલ્લા લાંબા સમયથી હોસ્પિટલની સારસંભાળમાં દાખવવામાં આવેલી બેદરકારી હવે મોંઘી પડે તેવી સ્થિતિ બની છે.

અન્ય સમાચારો પણ છે...