નરાધમને ઝડપી સજા થશે:સુરતમાં પાંચ વર્ષની બાળકી સાથે સૃષ્ટિ કૃત્ય કરી હત્યા કરનાર આરોપી સામે કોર્ટમાં ટ્રાયલ શરૂ, 7 સાક્ષીની જુબાની લેવાઈ

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાંચ વર્ષીય બાળાની લાશ તેના ઘર નજીકથી જ મળી આવી હતી. - Divya Bhaskar
પાંચ વર્ષીય બાળાની લાશ તેના ઘર નજીકથી જ મળી આવી હતી.
  • મોબાઇલમાં પોર્ન વીડિયો જોઇને બાદમાં બાળકી સાથે છેડછાડ કરી હતી

સુરત શહેરના હજીરા ગામમાં પાંચ વર્ષની માસૂમ બાળા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી તેની હત્યા કરવાના ચકચારીત કેસમાં આરોપી સૂચિત સાકેતની સામે હવે ટ્રાયલ શરૂ થઇ છે. ફરિયાદ પક્ષે સાત સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને હવે આવતીકાલે પણ વધુ સાક્ષીઓની જુબાની લેવાશે.

બાળકીના પાડોશમાં જ રહેતા યુવકે હેવાનિયત આચરી હતી
હજીરા ગામમાં એપ્રીલ મહિનાના અંતે પાંચ વર્ષીય બાળાની લાશ તેના ઘર નજીકથી જ મળી આવી હતી. આ બાબતે હજીરા પોલીસને જાણ કરાતા પોલીસે ડોગસ્ક્વોડ અને ટેકનિકલ સર્વેલન્સના મદદથી બાળકીના પાડોશમાં જ રહેતા અને કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા સૂચિત મુન્નાલાલ સાકેત (ઉંમર વર્ષ 27) (રહે. અડીયાગામ, રીવા, મધ્યપ્રદેશ)ને પકડી પાડ્યો હતો. પોલીસે તેની પુછપરછ કરતા સૂચિતે મોબાઇલમાં પોર્ન વીડિયો જોઇને બાદમાં બાળકી સાથે છેડછાડ કરી હતી અને પોતાની રૂમમાં લઇ જઇને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.

પાડોશમાં જ રહેતો યુવક આરોપી નીકળ્યો હતો.
પાડોશમાં જ રહેતો યુવક આરોપી નીકળ્યો હતો.

આવતીકાલે અન્ય સાક્ષીઓની પણ જુબાની લેવાશે
કોરોનાકાળ દરમિયાન બનેલી આ ઘટનામાં પોલીસે સૂચિતની સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ તેની સામે ચાર્જફ્રેમની કાર્યવાહી કરીને હાલમાં કેસની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ સરકાર તરફે હાજર રહીને સાત સાક્ષીઓની જુબાની લીધી હતી. હવે આવતીકાલે અન્ય સાક્ષીઓની પણ જુબાની લેવામાં આવશે.