મર્ડર:સુરતના લિંબાયતમાં યુવકની હત્યા,ચપ્પુના ઘા ઝીંકતા હુમલાખોરો CCTVમાં કેદ

સુરત9 મહિનો પહેલા
ગુરુવારની રાત્રે પરિવાર સાથે ભોજન કર્યા બાદ ઘર બહાર નીકળ્યા બાદ હત્યા કરાઈ હતી(ફાઈલ તસવીર)
  • ત્રણ મહિનાથી સુરત આવેલા મહારાષ્ટ્રીય યુવકની હત્યાથી માતા સ્તબ્ધ

સુરતના લિંબાયતમાં આવેલા મારુતિનગરમાં એક યુવાનને ચપ્પુના ઘા મારી પતાવી દેવાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ગુરુવારની રાત્રે બનેલી હત્યાની ઘટના CCTV માં કેદ થઈ જતા પોલીસે આરોપીઓની ઓળખ અને હત્યા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. ત્રણ મહિના પહેલા જ ધર્મેશ મહારાષ્ટ્ર થી સુરત આવ્યો હતો. એકનો એક દીકરો છે એ જ અમારો સહારો હતો તેમ જણાવતી માતાના કલ્પાંતથી પોસ્ટ મોર્ટમ રૂમ બહાર કરૂણ દ્રશ્યો સર્જાયાં હતાં.

યુવક કાપડ માર્કેટમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો
યુવક કાપડ માર્કેટમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો

ભોજન કરી ઘરેથી નીકળ્યો હતો
સંગીતાબેન ઈશ્વરભાઈ બોરડે (મૃતક ની માતા)એ જણાવ્યું હતું કે, ધર્મેશ (ઉ.વ. 24) એકનો એક દીકરો હતો. કાપડ માર્કેટમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પિતાના અવસાન બાદ તમામ જવાબદારીઓ ધર્મેશે ઉપાડી લીધી હતી. ત્રણ મહિના પહેલા જ મહારાષ્ટ્રથી સુરત આવ્યા બાદ કોઈ સાથે બેસવાનું પણ પસંદ કરતો ન હતો.ગુરુવારની રાત્રે પરિવાર સાથે ભોજન કર્યા બાદ ઘર બહાર નીકળ્યો હતો.

ત્રણ મહિના પહેલા જ મહારાષ્ટ્રથી યુવક સુરત આવ્યો હતો.
ત્રણ મહિના પહેલા જ મહારાષ્ટ્રથી યુવક સુરત આવ્યો હતો.

6-7 હુમલાખોરોએ હુમલો કર્યો
પાણી પુરી ખાતા જોઈ મેં એને ફોન કરી ઘરે બોલાવ્યો હતો. બસ આઉ જ છું એમ કહેતા દીકરા ધર્મેશ ઉપર લગભગ 10:30 વાગે હુમલો થયો હોવાનું કહેવા ડી-સ્ટાફ ના પોલીસ કર્મચારીઓએ કહેતા હોશ ઉડી ગયા હતા.નીચે ઉતરીને જોતા પીઆઇ સાહેબ બોલાવે છે. એમ કહેવામાં આવ્યું, ને ત્યારબાદ શબ વાહીનીમાં દીકરાની લાશ આવીને હૃદય ફાટી ગયું હતું. CCTV માં હુમલાખોરો સ્પષ્ટ દેખાય છે. 6-7 જેટલા હુમલાખોરો એ હાથ પકડી છાતી-પેટમાં ઘા મરાયા હોવાનું મૃતકની માતાએ વધુમાં ઉમેર્યું હતું.