તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:સુરતના ડુમસમાં લૂંટ વીથ મર્ડર, એકલા રહેતા આધેડના હાથ-પગ બાંધીને પાંચેક ઈસમોએ મોતને ઘાટ ઉતાર્યા, પોલીસ કાફલો ઘટના સ્થળે

સુરત16 દિવસ પહેલા
હાથ પગ બાંધી દઈને હત્યા કરવામાં આવી હતી.(ઈન્સેટમાં મૃતક ભોપીન ઉર્ફે ભૂપેન્દ્ર પટેલ)
  • કાંદી ફળિયામાં આવેલા દુકાન મહોલ્લામાં મોડી રાત્રે હત્યા

સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા કાંદી ફળિયામાં પાંચેક ઈસમોએ ધાડ પાડીને આધેડને મોતને ઘાટ ઉતાર્યો હતો. આધેડ ઘરમાં એકલા રહેતા હોવાથી તેના હાથ-પગ બાંધીને મોડી રાત્રે આવેલા પાંચેક ઈસમોએ સામાન વેરવિખેર કરીને ધાડ કરી નાસી ગયા હતાં. આ અંગે મૃતકની માતાને સવારે જાણ થતાં રાડા રાડ કરી મૂકી હતી. બાદમાં પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી એફએસએલ અને ડોગ સ્ક્વોર્ડની મદદથી તપાસ આદરી છે.મહત્વપૂર્ણ છે કે, રાત્રિ કર્ફ્યૂ વચ્ચે પણ હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે.

એકલા રહેતા ભોપીનની હત્યા થયા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યાં હતાં.
એકલા રહેતા ભોપીનની હત્યા થયા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યાં હતાં.

આધેડનો મૃતદેહ મળ્યો
ડુમસના કાંદી ફળિયા વિસ્તારમાં આવેલા દુકાન મહોલ્લામાં રહેતા ભોપીન પટેલ(ઉ.વ.આ.58)ના એકલા તેમના ઘરમાં રહેતા હતાં. આ દરમિયાન ગુરૂવારે મોડી રાત્રે પાંચેક ઈસમોએ ભોપીન પટેલના ઘરે આવીને તેના હાથ બાંધી દઈને ધાડ પાડી હતી. સવારે ભોપીનના માતા રોજના ક્રમ પ્રમાણે તેના ઘરે ગયા હતાં. ત્યારે ભોપીન હાથ બાંધેલી હાલતમાં જમીન પર પડ્યો હતો. સામાન પણ વેરવિખેર હતો.જેથી તેણીએ રાડારાડ કરીને આસપાસથી લોકોને એકઠા કર્યા હતાં.

આરોપીઓ ખભા પાછળ થેલો લઈને આવ્યાનું CCTVમાં કેદ થયું હતું.
આરોપીઓ ખભા પાછળ થેલો લઈને આવ્યાનું CCTVમાં કેદ થયું હતું.

પોલીસે તપાસ આદરી
ભોપીન પટેલના ઘરે થયેલી ધાડની માહિતી પોલીસને મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ડોગ સ્ક્વોર્ડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. સમગ્ર મુદ્દે પોલીસે પ્રાથમિક તબક્કે કહ્યું હતું કે, ધાડ પાડી હોય તેવી આશંકા છે. સાથે જ ઝપાઝપીમાં મર્ડર થયું હોય શકે છે હાલ વધુ તપાસ ચાલુ છે.

આરોપીઓ CCTVમાં કેદ થઈ ગયા હતાં.
આરોપીઓ CCTVમાં કેદ થઈ ગયા હતાં.

આરોપીઓ CCTVમાં કેદ
પાંચેક જેટલા આરોપીઓ CCTVમાં કેદ થયા છે. જેમાં એકના પાછળ કાળો થેલો લટકતો જોવા મળે છે. આરોપીઓ ઉતાવળમાં હોય તે રીતે ઉતાવળા ચાલતા અને દોડતા પણ કેદ થયા છે. હાલ પોલીસે CCTVની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર હત્યા લૂંટ-ધાડના કેસમાં થઈ હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે.

હત્યાના પગલે પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી.
હત્યાના પગલે પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી.

અગાઉ પણ લૂંટારૂઓ આવેલા
સ્થાનિકોએ કહ્યું હતું કે, અગાઉ પણ આ જ વિસ્તારમાં છ મહિના પહેલા એક મોબાઈલ ચોરી થઈ હતી. જેમાં પોલીસે 3 જેટલા આરોપીઓને ઝડપી લીધા હતાં. બાદમાં છ મહિના પછી આ ઘટના સામે આવી છે. જેથી સ્થાનિકોમાં ડરનો માહોલ પેદા થયો છે. બીજી તરફ સ્થાનિકોએ કહી રહ્યા છે કે રાત્રે નવ વાગ્યા બાદ કર્ફ્યૂ હોવા છતાં આરોપીઓ ભોપીનના ઘરે સુધી પહોંચી ગયા હતાં. જેથી પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા કરવામાં આવ્યાં છે.

ચોરી બાદ CCTV લગાવાયા હતા
છ મહિનામા બે વાર ચોરી થયા બાદ ચોરોને પકડવા CCTV કેમેરા લગાડનાર ફળિયાવા બળવંતભાઈ પટેલએ જણાવ્યું હતું કે, ગામમાં ચોરીની ઘટના બાદ તમામ આશ્ચર્યમાં પડી ગયા હતા. આ કોઈ ચોર બહારનો નહિ પણ ઘરનો જ હોય શકે એવી આશંકાઓ ઉભી થઇ હતી. જોકે બીજીવાર ચોરી થયા બાદ ચોરને પકડવા CCTV કેમેરા લગડયા હતાં ને ભુપેન્દ્રભાઈના હત્યારાઓ કેદ થઈ ગયા એ પોલીસ માટે સફળતાની પહેલી સીડી સમાન કહી શકાય છે.

પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

છૂટાછેડા થયા બાદ એકલો રહેતો
ભોપીન ઉર્ફે ભૂપેન્દ્ર છેલ્લા બે દાયકા એટલે કે 20 વર્ષ અગાઉ છૂટાછેડા થયા બાદ એકલો રહેતો હતો.તેની માતા ભોપીનના મકાનથી થોડે દૂર રહેતી હતી. ભોપીન એકલવાયું જીવન જીવતો હોવાથી તેને ટાર્ગેટ કરીને હત્યા કરી હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે. ભોપીન પૈસાદાર હોવાથી લૂંટ પણ ચલાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો