હત્યા:સતત ત્રીજા દિવસે હત્યા, વરાછામાં 2 દલાલ બાખડ્યા, 1નું મોત

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હીરાબજારમાં ટેબલ મૂકવા મુદ્દે બંનેએ એક બીજાને લાકડાના ટૂકડાથી માર માર્યો

વરાછા હીરા બજારમાં બે વૃદ્ધ દલાલો ટેબલ મુકવા બાબતે ઝગડ્યા હતા. બંનેએ એકબીજાને ઘારદાર લાકડું માર્યું હતું. જેમાં એકનું મોત નિપજ્યું હતું. મૂળ સાવરકુંડલાના આપાભાઈ ધાંધલ (63) હાલ કાપોદ્રાની બાપા સિતારામ સોસાયટીમાં રહે છે.

આરોપી અનુરસિંહ જાડેજા (60) (રહે. જલારામ સોસા, સરથાણા) એમ બંને મિનિબજારમાં ટેબલ લગાવે છે. સોમવારે રાત્રે 9 વાગે ટેબલ લગાવવા બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં એકબીજાને લાગડાના ટુકડાથી માર માર્યો હતો. આપાભાઈને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ લઈ જવાતા ત્યારે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...