• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat Grishma Murder Case, The Mother Said Fenil Has Been Bothering Me For 1 Year, Fenil First Choked Her Big Dad Then My Brother And Then Slapped My Summer Throat.

અક્ષરશ: FIR:માતાને કહ્યું હતું- ફેનિલ 1 વર્ષથી હેરાન કરે છે, ફેનિલે પહેલા મોટા પપ્પા પછી ભાઈને ચપ્પુના ઘા મારી ગ્રીષ્માનું ગળું કાપી રહેંસી નાખી

સુરત7 મહિનો પહેલા
મૃતક ગ્રીષ્મા અને હત્યા કરનાર ફેનિલની ફાઈલ તસવીર.
  • ગ્રીષ્માના ભાઈ દ્વારા આરોપી ફેનિલ વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ
  • મોટા પપ્પા-ભાઈને ચપ્પુના ઘા મરતા દોડી આવેલી ગ્રીષ્માને પતાવી દીધી

સુરતમાં કામરેજના પાસોદરા પાટિયા પાસે એક તરફી પ્રેમમાં પાગલ માથાભારે યુવકે યુવતીને લોકોની સામે જાહેરમાં ગળું કાપી નાખીને હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા જગાવી છે. ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરવા આવેલા ફેનિલ ગોયાણીને સમજાવવા ગ્રીષ્માના મોટા પપ્પા અને ભાઈ ગયા હતા.તેને પણ ચપ્પુના ઘા માર્યા હતા. ત્યારબાદ ગ્રીષ્માને રહેંસી નાખી હતી. ગ્રીષ્માએ તેની માતાને કહ્યું હતું કે, ફેનિલ છેલ્લા 1 વર્ષથી તેને હેરાન કરે છે.

ગ્રીષ્માના ભાઈએ નોંધાવેલી ફરિયાદ
મારું નામ ધ્રુવ નંદલાલ વેકરિયા છે. આજ રોજ મારી બહેન ગ્રીષ્મા મારી મમ્મીને વાત કરતી હતી કે ‘ફેનિલ 1 વર્ષથી મને હેરાન કરે છે અને પાછળ પાછળ આવે છે. તેને મામાએ અને પપ્પાના મિત્ર હરેશ કિકાણીએ પણ અગાઉ સમજાવ્યો હતો છતાં હેરાન કરે છે. આજે પણ તે ગેટ પાસે આવીને ઊભો છે.’ આ વાત મેં મારા મોટા પપ્પા સુભાષભાઈને કરી હતી. સાંજે 6.00 વાગે હું અને મોટા પપ્પા સમજાવવા માટે ગયેલા અને ફેનિલને કહ્યું હતું કે ‘તું કેમ ગ્રીષ્માને હેરાન કરે છે?’ એમ કહેતાં ફેનિલ ઉશ્કેરાઈ તકરાર કરવા લાગ્યો હતો.

આરોપી ફેનિલ હાલ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આરોપી ફેનિલ હાલ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ફેનિલે ગ્રીષ્માની હત્યા બાદ ઝેરી પ્રવાહી બહાર કાઢી પી ગયેલો
ફેનિલે ગ્રીષ્માના મોટા પપ્પાને પેટના ભાગે ચપ્પુ મારી દીધું, જેથી હું છોડાવવા જતાં મેં ચપ્પુ પકડી લીધેલું, જેથી મને જમણા હાથે ચપ્પુ વાગ્યું હતું. એ પછી તેણે મારા માથાના ભાગે ચપ્પુ માર્યું હતું. એટલામાં ગ્રીષ્મા અને મમ્મી દોડી આવતાં ફેનિલે મારી બહેનને ગળામાંથી પકડી લઈને ગળા પર ચપ્પુ મૂકી દીધું હતું, જેથી મારી બહેન અને અમે ઘણી બૂમો પાડી હતી, પણ તેણે મારી બહેનને છોડી નહીં તેમજ બધા ગભરાઈ ગયા હોવાથી કોઈ વચ્ચે પડ્યું નહીં. તેણે મારી બહેનનું ચપ્પુ વડે ગળું કાપી નાખેલું અને પોતાના ખિસ્સામાંથી કોઈ ઝેરી પ્રવાહી બહાર કાઢી પી ગયેલો.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવારને ઝડપી ન્યાયની ખાતરી આપી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવારને ઝડપી ન્યાયની ખાતરી આપી.

પોલીસને જોઈને ફેનિલ હાથ પર ચપ્પુ મારવા લાગ્યો હતો
બાદમાં બધા લોકો દોડી આવતા તે અમારા ઘરની આગળ આવેલા ખુલ્લા પ્લોટ તરફ ભાગ્યો હતો. તમામ લોકો તેને પકડવા દોડતા પોલીસ પણ આવી ગઈ હતી. પોલીસ આવતાં ફેનિલ પોતાના હાથે ચપ્પુ મારવા લાગ્યો હતો. પોલીસે તેને પકડી લઈ તપાસ કરતા મારી બહેન મોતને ભેટી હતી. મને માથાના ભાગે અને જમણા હાથે ઈજા થઈ હતી. મોટા પપ્પાને પેટના ભાગે ઈજા થઈ હતી.જેથી 108ને જાણ કરતા તમામને સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા.