• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat Grishma Murder Case, Kamarej MLA Demanded Strict Action Against Accused To CM And The Minister Of State For Home Affairs In The Murder Case

સુરત ગ્રીષ્મા હત્યા કેસ:કામરેજના ધારાસભ્યે CM અને ગૃહ રાજ્યમંત્રીને હત્યા પ્રકરણમાં સખત કાર્યવાહીની માગ કરી

સુરત6 મહિનો પહેલા
હત્યા કરનાર ફેનિલ ગોયાણી સામે કાયદેસરની કાર્યવાહી ખૂબ ઝડપથી થાય તેના માટે રજૂઆત. - Divya Bhaskar
હત્યા કરનાર ફેનિલ ગોયાણી સામે કાયદેસરની કાર્યવાહી ખૂબ ઝડપથી થાય તેના માટે રજૂઆત.
  • પરિવારને ઝડપથી ન્યાય મળે તેના માટે રજૂઆત કરવામાં આવી

સુરત નજીક પાસોદરામાં ગ્રીષ્મા હત્યા કેસને કારણે સમગ્ર રાજ્યમાં સનસનાટી ફેલાઇ ગઇ છે. કામરેજ વિધાનસભાના ધારાસભ્ય વીડી ઝાલાવાડીયા આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી. કામરેજ વિધાનસભા મતવિસ્તારમાં આ ઘટના બની હોવાથી સ્થાનિક ધારાસભ્ય દ્વારા આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવામાં આવી હતી. ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનાર ફેનિલ ગોયાણી સામે કાયદેસરની કાર્યવાહી ખૂબ ઝડપથી થાય અને પરિવારને ઝડપથી ન્યાય મળે તેના માટે રજૂઆત કરવામાં આવી હતી.

ધારાસભ્ય ઉત્તરાખંડમાં ચૂંટણી પ્રસારમાંથી પરત ફર્યા
કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવાડીયા ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે ગયા હતા. ઉત્તરાખંડમાં ચૂંટણીનો માહોલ પૂરજોશમાં ચાલી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી ત્યાં પણ પ્રચાર-પ્રસાર કરવામાં કોઇ કસર છોડવા તૈયાર નથી. કામરેજના ધારાસભ્ય દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો હતો તે દરમિયાન જ પાસોદરા ખાતે જે દર્દનાક ઘટના બની છે તેના સમાચાર તેમને મળતાની સાથે જ તેઓ ઉત્તરાખંડથી સુરત આવવા રવાના થયા હતા. ઉત્તરાખંડથી જ તેમણે સ્થાનિક નેતાઓ અને તપાસ અધિકારીઓ સાથે સંપર્ક સાધી લીધો હતો.

કાયદા વ્યવસ્થાની કામગીરી થાય તેવી રજૂઆત કરવામાં આવી.
કાયદા વ્યવસ્થાની કામગીરી થાય તેવી રજૂઆત કરવામાં આવી.

ઉદાહરણરૂપ સજા થાય તે પ્રકારે કાર્યવાહી કરવા રજૂઆત
કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવાડીયા માગ કરી કે હત્યા પ્રકરણની અંદર પોલીસ ઝડપથી તપાસ કરે અને ઉદાહરણરૂપ સજા થાય તે પ્રકારે કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. હત્યા જેવી ઘટનાને અંજામ આપનાર અસામાજીક તત્વોને ઊગતા જ ડામી દેવા માટેના પ્રયાસો હાથ ધરવા જોઈએ તેવી તેમણે માગ કરી હતી. કોઈપણ ઈસમ આ પ્રકારની હિંમત ન કરે તેવી કાયદા વ્યવસ્થાની કામગીરી થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી.

મૃતક ગ્રીષ્મા અને હત્યા કરનાર ફેનિલની ફાઈલ તસવીર.
મૃતક ગ્રીષ્મા અને હત્યા કરનાર ફેનિલની ફાઈલ તસવીર.

મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું
ધારાસભ્ય વીડી ઝાલાવાડીયાએ જણાવ્યું કે ઉત્તરાખંડથી હું સીધો ગાંધીનગર દીકરીને ઝડપથી ન્યાય મળે તેના માટે મળવા ગયો હતો. જ્યાં મુખ્યમંત્રીએ મને આશ્વાસન આપ્યું છે કે ખૂબ જ ઝડપથી ચાર્જશીટ ફાઇલ થઇ જશે અને ઉદાહરણ રૂપ આરોપીને સજા થાય તેવા પ્રયાસ કરવામાં આવશે અને પરિવારજનોને પણ ઝડપથી ન્યાય મળે તેના માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. મારા મત વિસ્તારમાં આ ઘટના થવાથી હું ખૂબ જ દુઃખી છું. મારે એના પિતા સાથે વાત થઇ શકી નથી તેઓ વિદેશ છે અને હું ગાંધીનગરથી સીધો પાસોદરા ખાતે તેમના ઘરે જઈને પરિવાર સાથે મુલાકાત કરવાનો છું અને ચોક્કસ કહીશ કે ગ્રીષ્માના પરિવારને ઝડપથી ન્યાય મળે તેના માટે અમે કટિબદ્ધ છીએ.