સુરત ગ્રીષ્મા હત્યા કેસ:દોષિત ફેનિલને 26 એપ્રિલે સજાની તારીખ અપાશે, સરકાર પક્ષે કહ્યું- વેબસિરિઝ જોઈ હત્યા કરી, બચાવ પક્ષ- તો શું લટકાવી દેશો?

સુરત4 મહિનો પહેલા
  • આ રેરેસ્ટ ઓફ રેર કેસ નથી, આરોપીનું ભવિષ્ય જોઈને ઓછામાં ઓછી સજા કરોઃ બચાવ પક્ષ
  • આરોપી ક્રિમિનલ માનસિકતા ધરાવતો અને ગણતરીપૂર્વકની હત્યા કરીઃ સરકાર પક્ષ

સુરતના પાસોદરામાં 12 ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને ગુરુવારે કોર્ટે તકસીરવાર ઠેરવ્યો હતો. આજે આખો દિવસ સજા પર દલીલો થઈ હતી, ત્યારે દોષિત ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પહેલાં બચાવ પક્ષે દલીલ કરી હતી. ત્યારબાદ સરકાર પક્ષે દલીલ કરી હતી. ત્યારબાદ ફરી બચાવ પક્ષની દલીલો થઈ હતી. સરકાર પક્ષે કહ્યું હતું કે વેબસિરિઝ જોઈને હત્યા કરી છે. ત્યારે ચાવ પક્ષે દલીલ કરતાં જણાવ્યું હતું કે, વેબસિરીઝ જોતો એટલે લટકાવી દશો? બંને પક્ષોની દલીલો બાદ જજે તારીખ 26 એપ્રિલ આપી હતી. જેથી 26 એપ્રિલે કોર્ટ દ્વારા સજાની તારીખ સંભવતઃ જાહેર કરવામાં આવી શકે છે.

સરકાર પક્ષની દલીલો
સરકારી વકીલે દલીલ કરતાં કહ્યું કે, અમારો કેસ માત્ર વીડિયો પર આધારિત નથી. આરોપી ક્રિમિનલ માનસિકતા ધરાવતો હતો અને ગણતરીપૂર્વકની તેણે હત્યા કરી છે. આરોપી ચપ્પુ ખરીદવા માટે ઓનલાઇન ફ્લિપકાર્ટ દ્વારા ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર કેન્સલ થયા બાદ તેણે મોલમાંથી ચપ્પુ ખરીદ્યું હતું અને બીજું ચપ્પુ તેના મિત્ર પાસેથી ખરીદ્યું હતું. આરોપીએ હત્યા કરવા પહેલા રેકી પણ કરી હતી. ગુનાના દિવસે તે ગ્રીષ્માની કોલેજમાં તેને શોધવા ગયો હતો. ગ્રીષ્માની મિત્ર ધૃતિને તેણે કહ્યું હતું કે આજે ગ્રીષ્માના ઘરે જઈને કંઈક મોટું કરવાનો છું અને ત્યાર પછી તેણે કહ્યું કે ના હોય તો વાત કરવા જવાનો છું. બનાવ પહેલાં ક્રિષ્ના સાથે તેણે ઇન્સ્ટાગ્રામ પર વાત કરી હતી, જેમાં પણ તેની હત્યા કરવાનો હોય એવું માલૂમ પડે છે. દરેક વાલિયો વાલ્મીકિ બની શકતો નથી. ભય વિના પ્રિત ન થાય. આરોપીને સખતમાં સખત સજા કરવામાં આવે છે. માત્ર ગ્રીષ્માની જ હત્યા નહીં, કાકા અને ભાઈ ધ્રુવની પણ હત્યાનો પ્રયાસ કર્યો હતો.

કોર્ટમાં ફેનિલ ચૂપ જ રહ્યો.
કોર્ટમાં ફેનિલ ચૂપ જ રહ્યો.

પ્રોફેશનલ કિલર કરતા વધુ ગણતરીપૂર્વકની હત્યા
સરકાર પક્ષે જણાવ્યું હતું કે, મિટિગેટિંગ કરતા અગ્રેવેટિવી સંજોગ વધુ જણાય તો ફાંસીની સજા આપવી જોઈએ. ફક્ત વય નાની છે એટલે લાભ આપવો યોગ્ય નથી, ભલે આરોપીની 21 વર્ષની વય છે. પરંતુ જે રીતે પ્રોફેશનલ કિલર કરતા વધુ ગણતરીપૂર્વકની હત્યા છે. નિર્ભયા હત્યા પ્રકરણમાં એક સગીર આરોપી હતો. ત્યારબાદ જૂઇનાઇલ એક્ટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. 15 વર્ષનો બાળક પણ જો ક્રૂર ઘટનાને અંજામ આપે તો ન્યાયિક ટ્રાયલ ચાલવી જોઈએ. સરકારી વકીલ દ્વારા નાની વયના આરોપીઓને લઈને કેટલાક જજમેન્ટ ટાંકવામાં આવ્યા હતા. જ્યારે કોઈ પ્લાન એક્ટ હોય તો બ્રુટલ એક્ટ હોય, સમાજ ઉપર થતી અસર જોતા આરોપીની વય બાબતે કોઈ દયા બતાવવી જોઈએ નહીં. એ પણ ત્યારે જ્યારે ભોગ બનનાર નિઃસહાય હોય. આરોપીને તમામ સભ્યોને મારવાનો પ્રયાસ કર્યો છે. આ લો પોઈન્ટ ધ્યાને લેવા જોઈએ.

ઘટનાના રિકન્સ્ટ્રક્શનમાં પણ કોઈ પસ્તાવો જોવા મળ્યો ન હતો.
ઘટનાના રિકન્સ્ટ્રક્શનમાં પણ કોઈ પસ્તાવો જોવા મળ્યો ન હતો.

સહાનુભૂતિ જીતવા માટે પોતાને છરીના ઘા માર્યા
આરોપીને તમામ સભ્યોને મારવાનો પ્રયાસ કર્યો છે. આ લો પોઈન્ટ ધ્યાને લેવા જોઈએ. આ આરોપી ભવિષ્યમાં સુધારી શકે એમ છે એ પણ જોવું જોઈએ. ભૂતકાળમાં ઇનોવા કાર ચોરી કરી છે. તેણે સહાનુભૂતિ જીતવા માટે પોતાને છરીના ઘા માર્યા છે. આ સાથે તેના ચહેરા પર કોઈ પસ્તાવો દેખાતો નથી. જો ખરેખર પસ્તાવો હોત તો તેના પરિવાર ઉપર હુમલો કરવાને બદલે પોતાના પેટમાં ચપ્પુ મારી લેતે. તેણે માત્ર ઢોંગ કર્યો હતો. ગઈકાલે કોર્ટ તેને અંતિમ તક આપી પણ તે કઈ ન બોલ્યો. તે બોલી શક્યો હોત કે મારી વય નાની છે, મારાથી ભૂલ થઈ પણ એરોગન્ટ વર્તન કર્યું હતું. આ આરોપીમાં સુધરવાના કોઈ લક્ષણ દેખાતા નથી.

ફેનિલે ગ્રીષ્માની જાહેરમાં ગળું કાપી હત્યા કરી હતી.
ફેનિલે ગ્રીષ્માની જાહેરમાં ગળું કાપી હત્યા કરી હતી.

બચાવ પક્ષની દલીલો
બચાવ પક્ષે જણાવ્યું હતું કે, લાડુ માગતો એટલે લટકાવી દો, વેબસિરીઝ જોતો એટલે લટકાવી દો. આવી લાંબી દલીલ કરીને વધુ માર્ક્સ મેળવવાનો પ્રયાસ કરાયો છે. જેને ચાલવાનું ભાન ન હોય તે લાડું કેવીરીતે માગે અને ઇનોવા ચોરીમાં ક્યાં એ આરોપી પુરવાર થયો છે. એને પસ્તાવો નથી એવું કહેવામાં આવ્યું એ કોની સામે પસ્તાવો વ્યક્ત કરે. એને પસ્તાવો નથી એવું કેવી રીતે માની લીધું. છરીના ઘામાં સહાનુભૂતિ નથી મેળવી જે ઘા માર્યા તેમાં નસો કપાઈ ગઈ હતી. લિમિટ બહારનું રિપ્રેઝન્ટ કરવામાં આવ્યું છે. આને જો સજા નહીં થાય તો સમાજમાં કોઈ સ્ત્રી સુરક્ષિત રહેશે નહી? કેવી રીતે કહેવામાં આવ્યું. કાયદા કડક કરવાનાં સજા વધારવાના આ ફક્ત પોલિટિક્સ કમ્પઝેશન છે. જ્યાં કેપિટલ પનિસમેન્ટ છે ત્યાં ગુનાખોરી ઘટી જતી નથી. વાલિયો વાલ્મીકિ બનશે તેવું તો એને છૂટો મુકો તો જ ખબર પડશે. આ કોઈ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ નથી. ક્રિમિનલોની સંગતમાં ફરતો હોય એવો આ છોકરો નથી. હું બે હાથ જોડીને કહું છું કે ઓછામાં ઓછી સજા કરો. આ કંઈ બહાર આવીને ખૂંખાર આરોપી બની જવાનો નથી.

ફેનિલે હત્યા બાદ આપઘાતનું નાટક પણ કર્યું હતું.
ફેનિલે હત્યા બાદ આપઘાતનું નાટક પણ કર્યું હતું.

પુરાવારૂપે વીડિયોએ સૌથી મહત્ત્વનો ભાગ ભજવ્યો
સત્ર ન્યાયાધીશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલી રહેલા ગ્રીષ્મા હત્યા કેસમાં ગુરુવારે પુરાવારૂપે વીડિયોએ સૌથી મહત્ત્વનો ભાગ ભજવ્યો હોવાનું બહાર આવ્યું હતું. ગ્રીષ્માની હત્યા સમયનો જે વીડિયો જોઇને લોકો કહેતા હતા કે કોઈ બચાવવા કેમ ન આવ્યું, એ વીડિયો જ આજે આરોપી માટે ગાળિયારૂપ સાબિત થઈ ગયો છે.

ગ્રીષ્માના પરિવાર દ્વારા ફેનિલને ફાંસીની માગ કરવામાં આવી છે.
ગ્રીષ્માના પરિવાર દ્વારા ફેનિલને ફાંસીની માગ કરવામાં આવી છે.

બોલવાનો અધિકાર છે એમ ચૂપ રહેવાનો પણ
કોર્ટ તમને દોષી માને છે. કોર્ટ આ કૃત્યને ખૂબ જ ખરાબ ગુનો માને છે. જેના હાથમાં કોઈ શસ્ત્ર નથી, જેનો કોઇ વિરોધ નથી તેની હત્યા કરવામાં આવી. કોર્ટ ત્યાર બાદ પેનને ટાંકીને કહે છે કે મારી પાસે આ એક જ શસ્ત્ર છે. મને મળેલી સત્તા અને ફરજના ભાગરૂપે તમારો વધ કરવાનો હુકમ શા માટે ન આપું. તમને મૃત્યદંડ કેમ ન આપું. તમારી પાસે બોલવાની આ છેલ્લી તક છે. જે કંઇ કહેશો કોર્ટ એના પર ખૂબ વિચાર કરશે. કોર્ટની ફરજ ન મિત્ર, ન શત્રુની છે. આ દરમિયાન બચાવ પક્ષના વકીલ ઝમીર શેખ ઊભા થઇ કહે છે કે જેમ તેને બોલવાનો અધિકાર છે તેમ ચૂપ રહેવાનો પણ છે.

ફેનિલ દોષિત જાહેર થવા છતાં કોઈ પસ્તાવો ચહેરા પર ન દેખાયો.
ફેનિલ દોષિત જાહેર થવા છતાં કોઈ પસ્તાવો ચહેરા પર ન દેખાયો.

પ્રેમ બલિદાન છે, કોઈનો બલિ લે એ પ્રેમ નથી: કોર્ટ
કોર્ટે સરકાર પક્ષની દલીલ પણ ટાંકતાં કહ્યું કે પ્રેમ એ બલિદાન છે, કોઇનો બલિ લેવો એ પ્રેમ નથી. કોર્ટે એ પણ નોંધ્યું કે ગ્રીષ્મા ફેનિલને મળવા માગતી ન હતી. ફેનિલ જ મળવા માગતો હતો. એક પ્રોફેશનલ કિલર જેવી હત્યા હતી. આરોપીની માનસિકતા ક્રૂર હતી, પ્રેમ જેવું ક્યાંય દેખાતું નથી.

આ બાબતોએ તકસીવાર ઠેરવ્યો
આરોપીને તકસીરવાર ઠેરવવા સરકાર પક્ષની દલીલો, પુરાવા કામ લાગ્યા, ખાસ કરીને હત્યાનો વાઇરલ વીડિયો. નજરે જોનારા 25 સાહેદ, કોર્ટે પણ કહ્યું કે તેમણે નરી આંખે બધું જોયું છે. ફેનિલે જેને ચપ્પુ વડે ઘાયલ કર્યા એ કાકા સહિત 2ની જુબાની. મેડિકલ પુરાવા, ફેનિલે ખરીદેલાં 2 ચપ્પુ, હત્યા અગાઉ-બાદની આરોપીનાં ચેટિંગ-કોલ. હત્યા અગાઉ ધર્મની બહેન સાથે આરોપીની વાતચીત. કોર્ટે આ યુવતી બધું જાણતી હોવા છતાં પોલીસને જાણ કેમ ન કરી એવો વાંધો પણ ઉઠાવ્યો હતો.