સુરત ગ્રીષ્મા હત્યા કેસ:'મેં ઓલીને મારી નાખી' ઓડિયોમાં ફેનિલ અને તેના મિત્ર આકાશનો અવાજ, હત્યાનો વીડિયો ઓરિજિનલ, કોઈ ચેડાં કરાયાં નથીઃ FSL

સુરત5 મહિનો પહેલા
  • કોર્ટમાં એફએસએલના બે અધિકારીની જુબાની લેવાઈ
  • મોબાઈલ કંપનીના અધિકારીની પણ જુબાની લેવાશે

સુરતના પાસોદરામાં સરા જાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરીયાના હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી ફેનિલ ગોયાણી સામેની ન્યાયિક કાર્યવાહીમાં એફએસએલના બે અધિકારીની જુબાની લેવાઇ હતી. જોકે કોર્ટેનો સમય પૂરો થતાં હવે સર અને ઉલટ તપાસ આજ રોજ લેવામાં આવશે. અત્યાર સુધીની જુબાનીમાં જણાવ્યું હતું કે, ગ્રીષ્માને મારી નાખી હોવાનો ઓડિયોમાં ફેનિલ અને તેના મિત્ર આકાશનો અવાજ હોવાનું અને હત્યાનો વીડિયો ઓરિજિનલ હોવા સાથે કોઈ ચેડાં કરાયાં ન હોવાની જુબાની આપવામાં આવી છે.

કોર્ટમાં વધુ એક વીડિયો રજૂ કરાયો
ગત રોજ ટ્રાયલ દરમિયાન હત્યાનો વધુ એક વીડિયો રજૂ કરાયો હતો. જેમાં ગ્રીષ્મા બચવાનો પ્રયાસ કરી રહી હતી. લોકો તેને છોડી દેવાનું કહેતા હતા. પરંતુ ફેનિલે ગળા પર બે વાર ચપ્પુ ફેરવ્યા બાદ ત્રીજા ઘાએ પતાવી દીધી હતી.

ફેનિલએ ગ્રીષ્માની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી.
ફેનિલએ ગ્રીષ્માની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી.

અત્યાર સુધી 100થી વધુ સાક્ષીઓની જુબાની લેવાઇ
આરોપી ફેનિલ ગોયાણી સામેની ન્યાયિક કાર્યવાહીમાં બચાવ પક્ષે એડવોકેટ ઝમીર શેખએ સ્થળ પર પંચનામું ન થયો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. એફએસએલના અધિકારીની સર અને ઉલટ તપાસ બાદ સરકાર પક્ષે ક્લોઝિંગ પ્રોસેસ રજૂ કરાય એવી શક્યતા છે. આગળ જતાં આરોપીનો વધારાનું સ્ટેટમેન્ટ લેવાશે. અત્યાર સુધી 100થી વધુ સાક્ષીઓની જુબાની લેવાઇ ગઇ છે.

ગ્રીષ્માની હત્યા બાદ ફેનિલે આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો.
ગ્રીષ્માની હત્યા બાદ ફેનિલે આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો.

મોબાઈલ કંપનીના અધિકારીની પણ જુબાની લેવાશે
આજે સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા અને બચાવ પક્ષે એડવોકેટ ઝમીર શેખ હાજર રહ્યા હતા. એફએસએલના બંને અધિકારીની જુબાની લેવાઇ હતી. હવે આજે મોબાઈલ કંપનીના અધિકારીની પણ જુબાની લેવામાં આવનાર છે. આ સાથે જ સરકાર ક્લોઝિંગ પ્રોસેસ રજૂ કરે તેવી શક્યતા છે.

કોર્ટ કાર્યવાહીમાં ફેનિલ હાજર રાખવામાં આવે છે.
કોર્ટ કાર્યવાહીમાં ફેનિલ હાજર રાખવામાં આવે છે.

ઘટના શું હતી?
સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યારબાદ હાથની નસ કાપી અને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.