સુરત ગ્રીષ્મા હત્યા કેસ:આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કરાયો, 4 દિવસમાં 58 સાક્ષી ચકાસાયા, આજે હત્યા નજરે જોનારા સાક્ષીઓની જુબાની લેવાશે

સુરત5 મહિનો પહેલા
  • ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં કુલ 190 વિટનેસ

સુરતના પાસોદરામાં સ્થાનિક લોકોની હાજરીમાં ગ્રીષ્મા વેકરિયાની ઘાતકી હત્યા કરી દેનારા આરોપી ફેનિલ ગોયાણી સામેના કેસની કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે. આજે ફેનિલને કોર્ટમાં ફરી રજૂ કરવામાં આવ્યો છે. છેલ્લા ચાર દિવસમાં સાક્ષીઓની જુબાની લેવાઈ હતી. ચાર દિવસમાં કુલ 58 સાક્ષીની ઊલટતપાસ કરવામાં આવી છે. હવે આજે સમગ્ર હત્યા નજરે જોનારા સાક્ષીઓની જુબાની લેવામાં આવશે.

પાસોદરામાં એકતરફી પ્રેમમાં આરોપી ફેનિલ ગોયાણીએ ગ્રીષ્માના ગળા પર ચપ્પુ મૂકી હત્યા કરી નાખી હતી. બાદમાં આરોપી ફેનિલની પોલીસે ધરપકડ કરી હતી. આરોપી ફેનિલ સામેની ચાર્જશીટ કોર્ટમાં રજૂ થયા બાદ તેની સામેની કેસ કાર્યવાહીનો પ્રારંભ થયો હતો. દરમિયાન બચાવપક્ષની અરજી હતી કે આરોપી ફેનિલ મેન્ટલી અનસાઉન્ડ છે. જોકે કોર્ટે બચાવપક્ષની આ અરજી નામંજૂર કરી હતી. બાદમાં બચાવપક્ષે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

એકતરફી પ્રેમમાં આરોપી ફેનિલ ગોયાણીએ ગ્રીષ્માના ગળા પર ચપ્પુ મૂકી હત્યા કરી નાખી હતી.
એકતરફી પ્રેમમાં આરોપી ફેનિલ ગોયાણીએ ગ્રીષ્માના ગળા પર ચપ્પુ મૂકી હત્યા કરી નાખી હતી.

રોજની 7 કલાકની પ્રોસેસ
મુખ્ય જિલ્લા ન્યાયાધિશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલી રહેલા કેસમાં સાક્ષીઓની જુબાની રોજ 7 કલાક ચાલી રહી છે. કુલ 190 વિટનેસ છે. શનિવારના રોજ ઘટનાસ્થળના સાક્ષી એવા મામલતદારની પણ જુબાની લેવાઇ હતી. સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું હતું કે આ સમગ્ર મેટર મહિના કે સવા મહિનામાં પૂરી થાય એવી સંભાવના છે.

બચાવપક્ષ સાક્ષીઓની ઊલટતપાસ કરે છે
સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા, સરકારી વકીલ તેજસ પંચોલી હાજર રહ્યા છે. જ્યારે બચાવપક્ષે એડવોકેટ ઝમીર શેખ દ્વારા સાક્ષીઓની ઊલટતપાસ કરવામાં આવે છે.

ફેનિલે ગ્રીષ્માનું ગળું કાપી મિત્રને ફોન કરી જાણ કરી હતી.
ફેનિલે ગ્રીષ્માનું ગળું કાપી મિત્રને ફોન કરી જાણ કરી હતી.

FSL, પોસ્ટમોર્ટમ રિપોર્ટ સહિતના પુરાવા રજૂ કરાયા હતા
પાસોદરામાં ખીચોખીચ એરિયામાં ગ્રીષ્માની હત્યા કરી દેવામાં આવી હતી. આરોપીએ પબ્લિકની હાજરીમાં ગ્રીષ્માના ગળા પર ચપ્પુ ફેરવી દીધું હતું. જોકે બાદમાં પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ બાદ તેને જેલહવાલે કર્યો હતો. કઠોર કોર્ટથી કેસ સુરત ટ્રાન્સફર થતાં આરોપી સામે એફએસએલ, પીએમ રિપોર્ટ સહિતના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.

ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવા માટે પ્લાનિંગ કર્યું હતું
ફેનિલ ગોયાણીએ ગ્રીષ્માની હત્યા કરવા માટે પ્લાનિંગ કર્યું હતું, એ પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે. હત્યા કેવી રીતે કરી શકાય એ માટે તેણે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું, હથિયારો કેવી રીતે ઓનલાઇન મળી શકે અને એનો ઉપયોગ કેવી રીતે થાય એ બાબતે જાણ્યું હતું. તેણે ગ્રીષ્માની હત્યા કરતાં પહેલાં એક મિત્રને ફોન પર વાત પણ કરી હતી, જે ઓડિયો-ક્લિપ પોલીસને મળી હતી.

ગ્રીષ્માની જાહેરમાં હત્યા કરી હોવા છતાં ફેનિલે ગુનો કબૂલ કર્યો નહીં.
ગ્રીષ્માની જાહેરમાં હત્યા કરી હોવા છતાં ફેનિલે ગુનો કબૂલ કર્યો નહીં.

પોલીસ પાસે ફેનિલના સજ્જડ પુરાવા
ઓડિયો-ક્લિપના આધારે પોલીસ ફેનિલને રિમાન્ડ દરમિયાન ગાંધીનગર એફએસએલમાં લઈ ગઈ હતી, જ્યાં તેનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પણ એફએસએલએ પોલીસને સોંપી દીધો છે. પોલીસે ફેનિલ સામે સજ્જડ પુરાવા એકત્ર કરી કઠોરની કોર્ટમાં ચાર્જશીટ કરી દીધી છે. કઠોર કોર્ટમાંથી આ કેસ કમિટ થઇને સુરતની સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

ફેનિલે ગુનાની કબૂલાત ન કરી
સુરતની કોર્ટમાં ફેનિલ સામે કાર્યવાહી શરૂ થઈ હતી. દરમિયાન ફેનિલે ગુનો કબૂલ કર્યો ન હતો. છેલ્લા 4 દિવસથી સાક્ષીઓની જુબાની લેવામાં આવી રહી છે. કુલ 190 સાક્ષીમાંથી 58ની જુબાની લેવામાં આવી ચૂકી છે, જેમાં ડોક્ટર, હત્યાનો વીડિયો ઉતારનાર સહિતની જુબાની લેવાઈ છે.

કોર્ટ કાર્યવાહીમાં ફેનિલને હાજર કરવામાં આવે છે.
કોર્ટ કાર્યવાહીમાં ફેનિલને હાજર કરવામાં આવે છે.

ઘટના શું હતી?
સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાના એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.