સુરત ગ્રીષ્મા હત્યા કેસ:કોર્ટમાં 105 સાક્ષી તપાસાયા, 85 સાક્ષીઓને ડ્રોપ કરાયા, ફેનિલે માનેલી બહેનને ઈન્સ્ટાગ્રામમાં 'પેલીને મારી નાખવા'નો મેસેજ કર્યો હતો

સુરત6 મહિનો પહેલા
  • 29મી માર્ચના રોજ આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવાશે

સુરતના પાસોદરામાં સરા જાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરીયાના હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી ફેનિલ ગોયાણી સામેની ન્યાયિક કાર્યવાહી ચાલી રહી છે. એફએસએલના અધિકારીઓની અધુરી રહેલી જુબાની પુરી થતાં સરકારપક્ષનો પુરાવો પૂર્ણ થયો છે. મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે. વ્યાસે આગામી તા.29મી માર્ચના રોજ આરોપી ફેનિલના ફર્ધર સ્ટેટમેન્ટ તથા ત્યારબાદ 30મી માર્ચથી આ કેસમાં સરકારપક્ષ અને બચાવપક્ષની દલીલોનું અંતિમ સ્ટેજ હાથ ધરવામાં આવશે. ફેનિલે માનેલી બહેનને ઈન્સ્ટાગ્રામમાં 'પેલીને મારી નાખવા'નો મેસેજ કર્યો હતો જે અંગે એફએસએલના અધિકારીની વધુ જુબાની લેવાઈ હતી.

ઓડિયા અને વીડિયો ઓરિજિનલ હોવાની જુબાની
કામરેજ-પાસોદરામાં ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડના આરોપી ફેનિલ ગોયાણી વિરુધ્ધ એફએસએલ અધિકારીની અધુરી જુબાની આગળ ધપાવાઇ હતી. મોબાઇલ વીડિયો ક્લિપ ઓરીજનલ હોવાની ગઇકાલે જુબાની અપાઇ અપાઇ હતી. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ગ્રીષ્માને ઈન્સ્ટાગ્રામ પર કરેલા મેસેજ સંદર્ભે વધુ એક એફએસએલના અધિકારીને સાક્ષી તરીકે આજે તપાસ્યા હતા. ત્યારબાદ બચાવપક્ષે બંને સાક્ષીઓની ઉલટ તપાસ હાથ ધરી હતી.

ફેનિલે ગત 12 ફેબ્રુઆરીના રોજ જાહેરમાં ગ્રીષ્માની હત્યા કરી હતી.
ફેનિલે ગત 12 ફેબ્રુઆરીના રોજ જાહેરમાં ગ્રીષ્માની હત્યા કરી હતી.

30મી માર્ચથી ન્યાયિક કાર્યવાહીનો અંતિમ તબક્કો હાથ ધરાશે
સરકારપક્ષે 190 પૈકી મહત્વના 105 સાક્ષીઓની જુબાની પૂર્ણ કરી 85 સાક્ષીઓને ડ્રોપ કરીને સરકારપક્ષના પુરાવા અંગે ક્લોઝિંગ પ્રોસેસ આપી હતી. જેથી કોર્ટે કેસની વધુ કાર્યવાહી તા.29મી માર્ચે રાખી છે. તે મુદતમાં આરોપી ફેનિલ ગોયાણીના એફ.એસ.ફર્ધર સ્ટેટમેન્ટ લેવાશે. જ્યારે 30મી માર્ચથી આ કેસની ન્યાયિક કાર્યવાહીનો અંતિમ તબક્કો હાથ ધરીને સરકારપક્ષ તથા બચાવપક્ષની દલીલો અને તેના સમર્થનમાં ઉચ્ચત્તમ અદાલતોના પ્રસ્થાપિત ચુકાદાના તારણો રજૂ કરશે.

પરિવાર દ્વારા આરોપીને કડકમાં કડક સજા કરવાની માગ કરવામાં આવી છે.
પરિવાર દ્વારા આરોપીને કડકમાં કડક સજા કરવાની માગ કરવામાં આવી છે.

હત્યાના વીડિયો સહિતના પુરાવામાં ચેડાં નથી થયા
ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલ દ્વારા ગ્રીષ્માની હત્યા કરાઈ હતી તે હત્યાનું મોબાઈલ કેમેરા શુટિંગ થયું હતું. જ્યારે હત્યા બાદ ફેનિલ દ્વારા તેના મિત્રને ફોન કરીને મે ઓલીને મારી નાખી છે તું જલદી આવી આવ એમ જણાવતો ફોન કર્યો હતો. સાથે જ ફેનિલે માનેલી બહેનને પણ ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કરી હું આજે પેલીને મારી નાખવાનો એવો મેસેજ કર્યો હતો. આ તમામ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. જેની સાથે કોઈ ચેડાં ન થયા હોવાની અધિકારીઓએ જુબાની આવી હતી.

ફેનિલે ગ્રીષ્માની હત્યા પહેલા તેણીના ભાઈને પણ ચપ્પુ માર્યું હતું.
ફેનિલે ગ્રીષ્માની હત્યા પહેલા તેણીના ભાઈને પણ ચપ્પુ માર્યું હતું.

ગ્રીષ્માના ભાઈની જુબાની લેવાઈ હતી
થોડા દિવસો પહેલાં કોર્ટમાં ભાઇની જુબાની લેવાઈ હતી. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા સમક્ષ હત્યા અગાઉનું અને હત્યા બાદનું સમગ્ર ચિત્ર ગ્રીષ્માના નાના ભાઈએ કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું. ઘટનાને શબ્દો વડે તાજી કરતા ભાઇનું દિલ ભરાય ગયું હતું. તેણે કહ્યું કે, આરોપી જ્યારે સોસાયટીના નાકે ઊભો હતો ત્યારે તેને સમજાવવા ગયો તો ચપ્પુ પેટમાં મારવા જતા હું બચી ગયો, પછી તેણે ગ્રીષ્માને પકડી લીધી. અમે બચાવવા જાય એ પહેલાં ચપ્પુ ફેરવી દીધું હતું.

ફેનિલે હત્યા બાદ આપઘાત કરવાનું નાટક પણ કર્યું હતું.
ફેનિલે હત્યા બાદ આપઘાત કરવાનું નાટક પણ કર્યું હતું.

માસીના દીકરાએ શું કહ્યું?
આજે ગ્રીષ્માની માતા ઉપરાંત ફેનિલની માસીના દીકરાએ કહ્યું કે ફેનિલને સતત મોબાઇલ પર વેબ સિરિઝ જોવાની આદત હતી. નોંધનીય છે કે ફેનિલે હત્યા બાદ માસીના દીકરાને ફોન કરીને કહ્યું હતું .

ગ્રીષ્માને ફેનિલ એક વર્ષથી હેરાન કરતો હતો.
ગ્રીષ્માને ફેનિલ એક વર્ષથી હેરાન કરતો હતો.

ગ્રીષ્માની માતાએ શું કહ્યું?
ગ્રીષ્માની માતા જુબાની દરમિયાન દીકરીને યાદ કરીને રડી પડ્યા હતા. થોડીવાર સતત આંસુ વહેતા રહેતા તેઓ કશું બોલી શક્યા નહતા. જોકે, મન મક્કમ રાખી તેઓએ અશ્રુધારા વચ્ચે કહ્યું હતું કે, હું એક ડગલું ચાલી અને દીકરીના ગળા પર ચપ્પુ ફેરવી દીધું હતું. તેતો અમને તમામને જાનીથી મારી નાંખવા ઇચ્છતો હતો.

ફેનિલ ગ્રીષ્માની હત્યા માટે બે ચપ્પુ લઈને ગયો હતો.
ફેનિલ ગ્રીષ્માની હત્યા માટે બે ચપ્પુ લઈને ગયો હતો.

ઘટના શું હતી?
સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યારબાદ હાથની નસ કાપી અને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.