તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મર્ડર:સુરતમાં રિંગરોડ પર આવેલી પદ્માવતી ટેક્ટાઈલ માર્કેટમાં હત્યા, વયોવૃદ્ધ લિફ્ટમેનનો મૃતદેહ ટોયલેટમાંથી મળ્યો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હત્યાની જાણ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. - Divya Bhaskar
હત્યાની જાણ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.
  • મૃતક આધેડના ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા

રિંગરોડ વિસ્તારમાં આવેલી પદ્માવતી ટેક્સટાઈલ માર્કેટના લિફ્ટમેનનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. માર્કેટના બીજા માળે આવેલા ટોયલેટમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. જેમાં મૃતકના ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યાં હતાં.

હત્યાનું કારણ જણાયુ નથી
પદ્માવતી ટેક્સટાઇલ માર્કેટમાં લિફ્ટમેનની65 વર્ષીય કુરુપ ગોપાલ અપ્પુ પુરનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેન્ટસ ટોયલેટમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી. લિફ્ટમેનની હત્યા શા માટે કરવામાં આવી હોય શકે અને કોણે કરી હોય શકે તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

ગળાના ભાગે ઈજાના નિશાન
વૃદ્ધ લિફ્ટ મેન કુરુનની હત્યા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. મૃતક કુરુનના ગળાના ભાગે ઇજાના નિશાનને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે. જ્યારે પોલીસને મળી આવેલા CCTVમાં લિફ્ટમેન ટોઇલેટમાં જતો નજરે દેખાય છે. સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો