તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેવાનિયત:સુરતના પાંડેસરામાં દસ વર્ષની બાળકીનું અપહરણ બાદ હત્યા, રેપની શંકા, બાળકીને માથામાં પથ્થર મારી લાશને ઝાડીમાં ફેંકી દીધી

સુરત4 મહિનો પહેલા
ડાબેથી આરોપી દિનેશ અને શંકાસ્પદ આનંદ. - Divya Bhaskar
ડાબેથી આરોપી દિનેશ અને શંકાસ્પદ આનંદ.
 • CCTV કેમેરાના આધારે સ્થાનિકોએ જ આરોપીને શોધી પોલીસને સોંપ્યો

પાંડેસરાના ભેદવાડ-પ્રેમનગરમાંથી બપોરે ગુમ થયેલી 10 વર્ષીય બાળકીની બે નરાધમે અપહરણ કરી તેની હત્યા કરી હતી.

ઉધનાના વિજયાનગરમાં મનીષ (નામ બદલ્યું છે) પરિવાર સાથે રહે છે. તેમનો ભાઈ પાંડેસરામાં ભેદવાડના પ્રેમનગરમાં રહે છે. મનીષ અને તેની પત્ની મજૂરીકામ કરતાં હોવાથી દીકરો અને 10 વર્ષીય દીકરી નેહા(નામ બદલ્યું છે)ને તેમના ભાઈના ઘરે પ્રેમનગરમાં રાખતાં હતાં. સોમવારે બપોરે નેહા ગુમ થઈ હતી. પરિવારે તેની શોધખોળ કરી, પરંતુ તે મળી ન હતી. રાત્રે આશરે 9 વાગે પાંડેસરા પોલીસને જાણ કરતાં પોલીસે સીસીટીવી કેમેરા જોયા ત્યારે તે નેહા કોઈની સાથે જતી દેખાઈ હતી. જેની સાથે જતી દેખાઈ તે દિનેશ ઉર્ફે પ્રદીપ ઉર્ફ ડિંગ્યા જીભો બૈસાણેને પોલીસે ઓળખી લીધો હતો. તે પણ પ્રેમનગરમાં રહે છે. લોકોએ જ પ્રદીપને પકડી પોલીસને સોંપ્યો હતો. દિનેશે પોલીસ પાસે કબૂલી લીધું કે તેણે બાળકીને મારી લાશ ઝાડીમાં ફેંકી દીધી છે. તેથી રાત્રે 10 વાગે પોલીસ આરોપીને લઈ નેહાના મૃતદેહ પાસે પહોંચી હતી. આરોપીએ બાળકી સાથે બળાત્કાર કરીને તેના માથામાં પત્થર મારી ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી હતી. તેણે કબૂલાત કરી કે તેની સાથે આનંદ નામનો યુવક પણ હતો. પોલીસે આનંદને પકડી લીધો છે. અધિક પો.કમિશનર મુલિયાનાએ જણાવ્યું હતું કે,દુષ્કર્મ થયું હોય તેવું હાલ કહી શકાય નહીં.

આરોપી દિનેશ CCTV કેમેરામાં કેદ.
આરોપી દિનેશ CCTV કેમેરામાં કેદ.

નરાધમ દિનેશે બાળકીને નાસ્તો પણ કરાવ્યો હતો
ભેદવાડ દરગાહ પાસે નાસ્તાની દુકાનના સીસીટીવી કેમેરામાં દેખાયું કે દિનેશે બાળકીને બપોરે 2.56 મિનિટે નાસ્તો અપાવી સાથે લઈ ગયો હતો.

CCTV કેમેરામાં દેખાયું કે દિનેશે બાળકીને બપોરે 2.56 મિનિટે નાસ્તો અપાવી સાથે લઈ ગયો હતો.
CCTV કેમેરામાં દેખાયું કે દિનેશે બાળકીને બપોરે 2.56 મિનિટે નાસ્તો અપાવી સાથે લઈ ગયો હતો.

લોકોમાં આરોપીઓ પ્રત્યે ભારે રોષની લાગણી
લોકોમાં આરોપીઓ પ્રદીપ અને આનંદ પ્રત્યે ભારે રોષ છે. લોકોએ જ આરોપીઓને પકડીને પોલીસને સોંપ્યા હતા, પરંતુ ત્યારે લોકોને ખબર ન હતી કે બંનેએ બાળકી સાથે બળાત્કાર કરીને મારી નાખી છે. લોકોને આ વાતની ખબર પડતાં લોકોમાં આરોપીઓ પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો.

2 આરોપીને બીજા પોલીસ મથકે લઈ જવાયા
પાંડેસરા પોલીસ મથકથી પ્રેમનગર માત્ર એક કિમી છે. લોકોમાં ભારે રોષ હોવાથી લોકો પોલીસ સ્ટેશને આવી શકે એવી સંભાવના હોવાથી પોલીસ બંને આરોપીને મધરાત્રે અન્ય પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો