અરજી ફગાવી:હત્યાના આરોપીએ લગ્ન માટે જામીન માંગ્યા, કોર્ટે જામીન અરજી ફગાવી

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્ન છે એ અંગેની જાણ સગાઓને પણ નહતી

લિંબાયતમાં નોંધાયેલા હત્યાના કેસમાં જેલવાસ ભોગવી રહેલાં આરોપી ઉમેશ પાટીલ દ્વારા પોતાના લગ્ન કરવા માટે 20 દિવસના વચગાળાના જામીન માંગતી અરજી કરી હતી. આરોપી ઉમેશ પાટીલની આ જામીન અરજીનો એપીપી અરવિંદ વસોયા દ્વારા વિરોધ કરી જણાવ્યંુ હતુ કે સંબંધીઓએ ક્યારેય છોકરી જોઇ નથી એટલું જ નહીં લગ્ન કરવા માટે કંકોત્રી પણ છપાવવામાં આવી નથી. પોલીસના અભિપ્રાય મુજબ ખોટી કંકોત્રી ઊભી કરવામાં આવી છે. દલીલો બાદ કોર્ટે હત્યાના આરોપી ઉમેશની જામીન અરજી નકારી હતી.

અન્ય સમાચારો પણ છે...