ભેદ ઉકેલાયો:સુરતમાંથી લૂંટ-ધાડ કરતી મધ્યપ્રદેશની મુરૈના ગૈંગ ઝડપાઈ, તમંચા સાથે 6 આરોપી પકડાયા

સુરત5 મહિનો પહેલા
પોલીસે આરોપીઓને હથિયારો સાથે ઝડપી લીધા હતાં.
  • બે વર્ષ પહેલા દિવાળીના આગલા દિવસે વિધાતા જ્વેલર્સમાં લૂંટ ચલાવી હતી

સુરતમાં પ્રાણઘાતક હથીયારો સાથે લૂટ-ધાડ ફાયરીંગ કરનાર મધ્યપ્રદેશની કુખ્યાત મુરૈના ગેંગના 6 આરોપીઓને 2 લોડેડ તમંચા 1 પિસ્ટલ અને 3 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડવામાં આવી છે. બે વર્ષ પહેલા દિવાળીના આગલા દિવસે વિધાતા જ્વેલર્સમાં થયેલા ચક્ચારી ધાડ અને વરાછામાં મનીટ્રાન્સફરના માલીકને મારમારી લૂટ કરનાર આરોપીઓને ઝડપી પાડી ધાડ-લૂટનાં ગુનાઓનો ભેદ ઉકેલવમાં DCBને મોટી સફળતા મળી છે.

6 ઝડપાયા
સુરત ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ એ જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બરના રોજ શહેરમાં શાંતી અને સલામતિ જળવાઈ રહે તે અનુસંધાને કોમ્બિંગ નાઈટનુ આયોજન કરવામાં આવ્યું હતું કે આધારભુત બાતમી હકીકત આધારે મોટા વરાછા ઉતરાણ બ્રિજ નીચેથી એક ઓટો રિક્ષામાંથી 6 જેટલા શકાસ્પદ ઈસમો ને પકડી પાડવામાં આવ્યા હતા. જેમની પાસેથી 2 લોડ તમંચા 1 પિસ્ટલ તેમજ 3 જીવતા કારતૂસ મળી આવતા પોલીસે તપાસ હાયહ ધરી હતી.

10 દિવસ રેકી કરી હતી
પકડાયેલા આરોપી પૈકીના શીવા બ્રિજેશ પ્રતાપસિંગની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે બે વર્ષ પહેલા દિવાળીના સમયે સહ આરોપી અરુણસિંગ પોતાની સાથે મધ્યપ્રદેશથી હથીયારો સાથે બનવારી સિયારામ, લલ્લીને સુરત બોલાવી કાપોદ્રા અને પુણા વિસ્તારમાંથી બે મોટર સાયકલોની ચોરી કરી હતી. તે ચોરીની મો.સા. ઉપર પુણા વિસ્તારમાં આવેલા વિધાતા જ્વેલર્સની 10 દિવસ સુધી રેકી કરી દિવાળીના આગલા દિવસે વિધાતા જ્વેલર્શના શો-રૂમમાં પિસ્ટલો સાથે ઘુસી શો-રૂમના માલીકને માર-મારી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયાની લૂંટ કરી સરખા હિસ્સે ભાગ પાડી મધ્યપ્રદેશ ના મુરેના ખાતે ભાગી ગયા હતા.

માથાના ભાગે હુમલો કરેલો
મુદ્દામાલ ત્યાના સોનીને વેચી કાઢ્યો હતો. આરોપી પૈકીના લલ્લુ મધ્યપ્રદેશમાં લૂટ દરમ્યાન ફાયરીંગમાં મોતને ભેટ્યો હતો. તેમજ ગઈ તારીખ 22/12/2021ના રોજ ચીવા બ્રિજેશ પ્રતાપસિંગ પોતાના સહ આરોપીઓ રીકુ, લાલુ, મહેંદ્ર સાથે ઓટો-રિક્ષા લઈ રાત્રીના સાતેક વાગ્યાના અરસામાં વરાછા વિસ્તારમાં આવેલા ભરતન ગરમાં રેકી કરી મની ટ્રાન્સ્ડરની દુકાનને ટાર્ગેટ મરી હતી. પોતાની મોટર સાયકલ લઈ દુકાન બંધ કરી ઘરે જતા વેપારીને માથાના ભાગે પિસ્ટલનો બટ મારી તેને પાડી દઈ મોટર સાયકલ તેમજ મોબાઈલ રોકડા રૂપિયાની લૂંટ કરી હતી. ત્યારબાદ મોટરસાયકલ બીન-વારસી કુબેરનગરના પોપડામાં મુકી બેગ કાપોદ્રા બ્રિજ ઉપરથી નદીમાં ફેંકી દીધી હતી. શીવા બ્રિજેશ પ્રતાપસિંગ આજથી નવેક મહીના પહેલા સુરત શહેરમાં હથીયારો વેચવા મધ્યપ્રદેશથી પોતના મિત્ર હેમસીંગ સાથે આવ્યો હતો. હથીયાર સાથે હેમીંગ પકડાય જતા આજદિન સુધી વરાછા પોસ્ટના આર્મ્સ એક્ટના ગુનામા નાસતો-ફરતો હતો. તેમજ કતારગામ અને વરાછા વિસ્તારમાંથી મોટરસાયકલની ચોરી પણ કરી હોવાની કબુલાત કરતા વણ-શોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યા છે.

આરોપી ઝડપાતા એક પછી એક ગુનાના ભેદ ઉકેલાઈ રહ્યાં છે.
આરોપી ઝડપાતા એક પછી એક ગુનાના ભેદ ઉકેલાઈ રહ્યાં છે.

મોઢે રૂમાલ અને માથે હેલ્મેટ પહેરતા
આરોપીઓ મધ્યપ્રદેશથી હથીયારો લઈ લૂટ-ધાડ કરવાની હોય તે શહેરમાં ભાડે રૂમ રાખી અને વાહનચોરી કરી જે જગ્યાએ લૂટ-ધાડ કરવાની હોય એ જગ્યાની રેકી કરી પોતાની ઓળખ છતી ના થાય તે માટે મોઢે રૂમાલ હેલ્મેટ પહેરી સોના-ચાંદીના દાગીના ના શો રૂમ તેમજ મની ટ્રાન્સફરની દુકાનો ટાર્ગેટ કરી દિવસ દરમ્યાન રેકી કરી હથીયાર બતાવી માર-મારી લૂટ-ધાડ કરી ચોરેલ વાહન બીન-વારસી મુકી ભાગી જવાની એમ.ઓ ધરાવે છે.

દેશી તમંચા સાથે આરોપીઓ નીકળ્યાં હતાં.
દેશી તમંચા સાથે આરોપીઓ નીકળ્યાં હતાં.

કબ્જે કરેલ મુદ્દામાલ
પિસ્ટલ નંગ-1 કિમત રૂપિયા 30 હજાર
તમંચો નંગ-2 કિમત રૂપિયા 50 હજાર
જીવતા કાર્ટીઝ નંગ-3, કિમત રૂપિયા 300
મોબાઈલ ફોન નંગ 5 કિમત રૂપિયા 23 હજાર
ઓટો રીક્ષા નં. G.J.-05-AY-2990 કિમત રૂપિયા 50 હજાર
મોટરસાયકલ નંગ-2, કિમત રૂપિયા 90 હજાર
કુલ રૂપિયા 2,43,800

ઘાડ લૂંટ માટે આરોપીઓ નીકળ્યાં હતાં.
ઘાડ લૂંટ માટે આરોપીઓ નીકળ્યાં હતાં.

પકડાયેલા આરોપીઓના નામ
(1) શિવા બ્રિજેશીંગ ચૌહાણ ઉ.વ.૨૬ રહે.ઘર નં-૫૭૯, સત્યનારાયણ સોસાયટી ઉદયવીરસીંગ તોમરના મકાનમાં કાપોદ્રા સુરત. મુળ રહે.ગામ.મ, તા.ગુરો, થાના-બિદુના, જી.ઓહરીયા.(ઉત્તરપ્રદેશ),
(2) રીન્કુ રાજારામ જગનેરીયા ઉ.વ.૨૧ રહે.પ્લોટ નં-એ/૯, પહેલો માળ, જવાહર સોસાયટી સહજાનંદની બાજુમાં નિલકંઠ ચોકની પાછળ વરાછા સુરત. મુળ રહે.ગામ. લોરીકાપુરા-મોજાડોમપુરા, તા.શિવલાઈન, જી.મુરૈના. (મધ્યપ્રદેશ).
(3) લાલુ રામદાસ વાલ્મીક ઉ.વ.૨૩ રહે.પ્લોટ નં-એ/૯, પહેલો માળ, જવાહર સોસાયટી સહજાનંદની બાજુમાં નિલકંઠ ચોકની પાછળ વરાછા સુરત. મુળ રહે.ગામ ગોપાલપુરા, થાનાહરીજન, જી.મુરૈના. (મધ્યપ્રદેશ).
(4) મહેન્દ્ર ઉર્ફે મોનુ રામબરન રાઠોડ ઉ.વ.૨૮ રહે,મકાન નં-૨૧૦, જમના એપાર્ટમેન્ટ સહજાનંદ સોસાયટી-૨, વરાછા સુરત શહેર. મુળ રહે.તાલુકો.પોરસા, પોરસા પોલીસ સ્ટેશનની સામે ગંગારામની ગલીમાં જી.મુરૈના, (મધ્યપ્રદેશ).
(5) અરૂણીંગ ઉર્ફે જોગીંન્દરરાકેશસીંગ સીકરવાર ઉ.વ.૨૯ ધંધો:-હીરા ઘસવાનો રહે. અંબિકાનગર સોસાયર્ટી, રમેશભાઇના મકાનમાં લંબેહનુમાન રોડ, વરાછા, સુરત શહેર, મુળવતન:- ગામ ખાણોલી થાના-દેવગઢ તા.જોરા જી.મુરૈના. (મધ્યપ્રદેશ)
(6) બનવારી સીયારામ જાટપ ઉ.વ.૨૪ ધંધો-હીરા ઘસવાનો રહે.શક્તિકૃપા સોસાયટી મકાન નં:-એફ-૨૦, શુભમભાઇના મકાનમાં, મારૂતિચોક, લાભેશ્વર, કાપોદ્રા, સુરત મુળવતન:-ખીરીયાગામ,થાના:-બસયા તા.જી.મુરૈના (એમ.પી.)