• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Munni's Liquor Hangout Is Running Unabated In Surat Even After The Lattha Incident, Police Say It Has Not Come To Our Attention, Let's Investigate

દારૂ વેચાણનો વીડિયો વાઈરલ:લઠ્ઠાકાંડ બાદ પણ બેખોફ રીતે ચાલી રહ્યો છે સુરતમાં મુન્નીનો અડ્ડો, પોલીસ કહે છે- એવું ધ્યાન પર આવ્યું નથી, તપાસ કરાવીએ

Surat23 દિવસ પહેલા
સુરતમાં ચાલી રહ્યું છે દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ.

બોટાદમાં લઠ્ઠાકાંડ થયા બાદ સુરત પોલીસ દ્વારા હવે દારૂના ધંધા બંધ કરવા માટે ધમપછાડા કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી કુંભકર્ણની ઊંઘમાં સૂતેલી પોલીસ એકાએક સફાળી થઈને જાગીને કેસો કરવાના શરૂ કર્યા છે. આવી પરિસ્થિતિમાં પણ સિંગણપોર વિસ્તારમાં દારૂનો અડ્ડો ધમધમતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. છુપીરીતે દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને દારૂડિયાઓ જાહેરમાં દારૂ પી રહ્યા છે. સિંગણપોર પોલીસ આર.સી.વસાવાએ કહ્યું કે મારા વિસ્તારમાં મુન્નીનો અડ્ડો ચાલતો હોય એવી કોઈ માહિતી અમારી પાસે નથી. છતાં પણ જે વીડિયો સામે આવ્યો છે તેની તપાસ કરીશું.

મુન્નીને કોઈનો ડર ન હોય તે રીતે ખુલ્લેઆમ દારૂ વેચી રહી છે
તમામ પોલીસ સ્ટેશન હદની અંદર દારૂ પીતા લોકોને ઝડપવામાં આવી રહ્યા છે અને દારૂના અડ્ડા ઉપર રેડ કરવામાં આવી રહી છે. છતાં પણ જાણે મુન્નીને કોઈનો ડર ન હોય તે રીતે ખુલ્લેઆમ દારૂ વેચી રહી છે. સ્થાનિક પોલીસનો પણ તેને ડર ન હોય તે રીતે મુન્ની દારૂનું વેચાણ કરી રહી છે. સિંગણપોર વિસ્તારમાં મુન્ની વર્ષોથી દારૂ વેચી રહી છે. આસપાસના તમામ લોકો અહીં દારૂ પીવા માટે પહોંચતા હોય છે. દારૂના અડ્ડા પાસેના જેટલા પણ લુમ્સના કારખાના છે. તેમજ જે મજૂર વર્ગ છે તેના મોટાભાગેના કામદારો અહીં જ દારૂ પીવા માટે આવે છે.

રજૂઆતો પણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે
નિક લોકોનું માનવું છે કે મુન્નીના સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથેના સંબંધો ખૂબ જ સારા હોવાને કારણે ગમે તેવી પરિસ્થિતિમાં પણ તે કોઈનો ડર રાખ્યા વગર દારૂનું વેચાણ કરે છે. આસપાસની મહિલાઓ દ્વારા અને સ્થાનિક લોકો દ્વારા આ અંગે રજૂઆતો પણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે પરંતુ હજુ સુધી તેના ઉપર કોઈ એક્શન લેવાયા નથી. તાપી કિનારે ગઈકાલે પોલીસ દ્વારા જે એડ કરવામાં આવ્યું અને તેમાં દેશી દારૂની ભટ્ટીઓને ઝડપી પાડવામાં આવ્યો હોવાની વાત સામે આવી હતી. છતાં પણ મુન્ની કેવી રીતે દારૂ વેચી રહી છે તેને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. કોના આશીર્વાદથી મુન્ની આટલા વર્ષોથી અને અત્યારે આ સ્થિતિમાં પણ બેખોફ રીતે દારૂ વેચી રહી છે તે ચર્ચાનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...