તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ડુમસ બીચ બંધ રાખવા પાલિકાનું નવું જુઠ્ઠાણું, ‘લોકો નિયમભંગ કરે છે, એટલે પ્રતિબંધ જરૂરી’

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • આ વીકએન્ડમાં પણ લોકો ડુમસ બીચ પર નહીં જઇ શકશે

ડુમસ બીચ બંધ રાખવા પાલિકા ફરી એક નવું જુઠ્ઠાણું ચલાવી રહી છે, પાલિકાનું કહેવું છે કે ડુમસમાં લોકો ફરવા જાય છે અને નિયમભંગ કરે છે એટલે પ્રતિબંધ જરૂરી છે. આજથી વીકએન્ડમાં ફરીથી ડુમસ બીચ લોકો માટે બંધ રાખવા પાલિકાએ નિર્ણય લીધો છે. પાલિકાના આ નિર્ણયથી સલેહાણી અને સ્થાનિક ધંધાદારીઓની હાલત કફોડી બની છે.

કોરોનાની મહામારીમાં માંડ માંડ ધંધા શરૂ થયા, જેમાં ખાસ કરીને શનિ-રવિની રજાઓમાં ધંધાદારીઓની કમાણી થતી હોય ત્યારે પાલિકાએ ડુમસ બીચ પર સહેલાણીઓ માટે બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. જાહેરાનામામાં લખવામાં આવ્યું છે કે, લંગરથી ડુમસ બીચ જવાનો રસ્તો અને તેની આજુબાજુના વિસ્તારો તથા ડુમસ બીચ બીજી સૂચના ન મળે ત્યાં સુધી દર શનિવાર અને રવિવારે, જાહેર રજાના દિવસે અને તહેવારોના દિવસે તમામ લોકોની અવર જવર માટે બંધ રાખવાનો હુકમ કરાયો છે.

150થી 200 દુકાનદારોની હાલત કફોડી બની
કુવાડા ત્રણ રસ્તા પરથી પોલીસ ફરવા આવતા સહેલાણીઓને પાછા વાળી દે છે. જેના કારણે ધંધાદારીઓની હાલત કફોડી બની છે. ચોપાટી પર લગભગ 150 થી 200 નાના-મોટા ધંધાદારીઓ છે. અમે આ બાબતે સ્થાનિક ધારાસભ્ય અને સાંસદને રજૂઆત કરી છે છતાં કોઈ નિરાકરણ આવતું નથી. - રમેશ લશ્કરી, સ્થાનીક દુકાનદાર​​​​​​​

પાલિકાએ જાહેરનામું બહાર પાડી નિર્ણય કર્યો
પાલિકા દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં શનિ-રવિની રજાઓમાં ડુમસ બીચ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેને લઈ અમે શનિ-રવિની રજાઓમાં બીચ પર ફરવા માટે સહેલાણીઓને જવા દેતા નથી. - પન્ના મોમાયા, મહિલા ડીસીપી, સુરત શહેર​​​​​​​

અન્ય સમાચારો પણ છે...