તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Municipality Orders Private Hospitals With More Than 50 Beds To Reserve 50 Per Cent Beds, Planning In The Wake Of Increasing Cases Of Corona

અગમચેતી:50થી વધુ બેડ ધરાવતી ખાનગી હોસ્પિટલોને 50 ટકા બેડ રિઝર્વ રાખવા પાલિકાનો આદેશ, કોરોનાના વધી રહેલા કેસના પગલે આયોજન

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત સરકારના આદેશ બાદ પાલિકા કચેરીમાં ડોક્ટરો સાથે બેઠક મળી
  • હોસ્પિટલોને વ્યવસ્થા ઉભી કરવા તાકીદ

કોવિડ-19ની સારવાર માટે ગુજરાત સરકારે તમામ ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ રિઝર્વ રાખવાના આદેશ કરતાં તંત્ર હરકતમાં આવ્યું છે. આજે સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી ખાતે મ્યુ.કમિશનર, જિલ્લા કલેકટર સહિતના અધિકારીની હાજરીમાં શહેરના ખાનગી હોસ્પિટલોના ડોકટરો સાથે બેઠક મળી હતી.

આ બેઠકમાં સરકારના આદેશ મુજબ 50 કરતા વધુ બેડની હોસ્પિટલોને 50 ટકા બેડ કોવિડ-19ની સારવાર માટે રિઝર્વ રાખવા આદેશ કરાયો છે. બેઠકમાં હાજર તમામ ખાનગી હોસ્પિટલના ડોકટરોએ આ અંગે સહમતિ દર્શાવી હતી, પરંતુ કેટલાક ડોકટરોએ રૂટીન દર્દીઓને અગવડતા નહીં પડે તે રીતે વ્યવસ્થા ઉભી કરવા સૂચન કર્યું હતું. ફેઝ વાઇઝ તેનો અમલ કરવા પણ જણાવાયું હતું. આગામી દિવસમાં આ માટે  હોસ્પિટલો સાથે મળી આયોજન કરાશે. હાલમાં સુરત શહેરમાં કોવિડ-19ની સારવાર નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં થઇ રહી છે.  દૈનિક 50-50 કેસ આવી રહ્યા છે. આ સ્થિતિ જોતાં આગામી દિવસોમાં કોરોનાના કેસ વધી શકે એમ છે. જેથી ખાનગી હોસ્પિટલોમાં કોરોના ની સારવાર ઉભી કરવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. પરંતુ હજુ સુધી ખાનગી હોસ્પિટલમાં બિલ સરકાર આપશે કે રાહત અપાશે તેને લઇ હજુ સરકારમાંથી કોઇ સ્પષ્ટતા આવી નથી.

અન્ય સમાચારો પણ છે...