તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રૂરતા સામે કાર્યવાહી:બાઈક સાથે શ્વાનને ઘસડવાના કેસમાં પાલિકાકર્મીની ધરપકડ, ભાઠા ગામના હિતેશ પટેલનો મિત્ર ફરાર

સુરત11 દિવસ પહેલા
 • કૉપી લિંક

વેસુમાં ભગવાન મહાવીર કોલેજ પાસેના રોડ પર એક શ્વાનને દોરડું બાંધીને બાઈક પર ખેંચતા મોત નિપજ્યું હતું. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં બાઈક પર સવાર યુવક પાલિકાનો કર્મચારી જ હોવાનું બહાર આવ્યું છે.

વીડિયોમાં શ્વાન જીવિત હોય એવું દેખાય છે. અબોલ પ્રાણીની સેવાનું કામ કરતા સામાજિક સંસ્થાના સેક્રેટરી સલોની રાઠીએ ખટોદરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે બે જણા સામે ગુનો નોંધ્યો છે. આ ગુનામાં પોલીસે અઠવા ઝોનમાં ફરજ બજાવતા બેલદાર હિતેશ પ્રવિણ પટેલ(31)(રહે,બોમ્બે કોલોની,ભાઠાગામ)ની સામે કાર્યવાહી કરી છે. જયારે તેનો મિત્ર હજુ ફરાર છે. બાઇક પાલિકાના કર્મચારીની હતી અને તેનો મિત્ર બાઇક ચલાવતો હતો.

એક વાહન ચાલકે યુવકોને અટકાવી આવું ન કરવા જણાવ્યું હતું પણ ત્યાં સુધીમાં શ્વાનનું મૃત્યુ થઇ ચૂક્યું હતું. વાહન ચાલકે આખી ઘટનાનો વિડીયો ઉતારી સોસીયલ મીડિયા પર ફરતો કરી દીધો હતો.જેના કારણે જીવતા શ્વાનને બેરહેમીપૂર્વક ઘસડી રહેલા યુવકો પર ચારેકોરથી ફિટકાર વરસાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો