તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સુરત:સંગ્રામપુરામાં ડેટા એન્ટ્રી સેન્ટર પર સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતાં પાલિકાની ટીમે દંડ ફટકાર્યો

સુરત2 મહિનો પહેલા
પોલીસની ટીમને સાથે રાખીને પાલિકાની ટીમે કાર્યવાહી ડેટા સેન્ટર વિરૂધ્ધ કરી છે.
  • 300 જટેલા યુવક-યુવતીઓ કામ કરતાં હતાં
  • પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરાઈ હતી

સંગ્રામપુરા વિસ્તારમાં આવેલા શંખેશ્વર કોમ્પ્લેક્સમાં ચાલતાં ડેટા એન્ટ્રી સેન્ટર પર પાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 300 જેટલા યુવક યુવતીઓ ડેટા એન્ટ્રી સેન્ટર પર કામ કરતાં આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાથી પાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાની ટીમે પોલીસને સાથે રાખીને અહિં કાર્યવાહી કરી છે. શંખેશ્વર કોમ્પલેક્સના ભોંયરામાં ચાલતાં ડેટા સેન્ટરના સંચાલકોને પાલિકાની ટીમ દ્વારા દંડ ફટકારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, શહેરમાં હાલ કોરોનાના કેસ વધતાં પાલિકાની ટીમ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા થોડા દિવસોથી શહેરમાં સીલ મારવાની સાથે સાથે લોકો મોટી સંખ્યામાં એકઠાં થતાં હોય તે જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો