પાલિકાના કતારગામ ઝોને 21 બિસ્માર મિલકતોને 15 દિવસમાં ઉતારી પાડવા માટે મિલકતદારોને નોટિસ ફટકારી છે. નોટિસ મળ્યાના 15 દિવસમાં આ મિલકતો નહીં ઉતારાશે તો મિલકતદારના ખર્ચે પાલિકા પોતે ઉતારી પાડશે.
જે 21 જર્જરિત મિલકતોને ઉતારી પાડવા માટે નોટિસ ફટકારવામાં આવી છે તેમાંથી જે પણ મિલકતોના વેરાબિલ બાકી હશે તેની પાલિકા વસૂલાત કરશે. કતારગામ ઝોને ટી.પી 3 કતારગામ એફ.પી 440એ, કુબેરનગર-1. એફપી 283 મનુભાઇની ચાલ અમરોલી.એફ.પી 209, આંબાવાડી, અમરોલી, એફ.પી 83, આમ્રકુંજ સોસાયટી, છાપરાભાઠા. કતારગામ એફ.પી 433 પંજાબ શોપીંગ સેન્ટર, વેડદરવાજા. કતારગામ એફ.પી 439, શ્રીરામ એપાર્ટમેન્ટ, કતારગામ. ટુંકી એફ.પી 37 વિશ્રામનગર, વેડરોડ. એફપી 210, આંબાવાડી, અમરોલી.એફ.પી 243 બી, નવો હળપતીવાસ, અમરોલી, કતારગામ એફ.પી 321 ઇશ્વરનગર, ગોતાલાવાડી, ગુજરાત હાઉસીંગ બોર્ડ અમરોલી સબ પ્લો નં 587, 551, 453, તાપી સ્ટ્રીટ સબ પ્લોટ નં 140સિંગણપોર ગામતળ, ટુંકી એફ.પી 30, ધનકુબેર ઇન્ડ્ર. વેડરોડ. કોસાડ એફ.પી 68 કૃષ્ણનગર સોસાયટી, કોસાડ. એફ.પી 215 નિર્મલનગર સોસાયટી અમરોલી. કતારગામ એફ.પી 37,38, પ્રાણનાથ સોસાયટી, વેડરોડ. કતારગામ ઇશ્વરનગર, કતારગામ કુંજગલીને મિલકત ઉતારી પાડવા નોટિસ ફટકારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.