પાલિકાનો નિર્ણય:હીરા-કાપડ બજારોમાં માસ્ક વગરનાને પ્રવેશ નહીં આપવા પાલિકાનો આદેશ

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • તમામ યુનિટો માટે કડક માર્ગદર્શિકા, ભંગ થાય તો કાર્યવાહી
 • મોટાભાગના કર્મીઓના પ્રથમ ડોઝ પૂરા, બીજાના સર્ટિ. માંગ્યા છે: ફોસ્ટા

પાલિકાએ કોવિડ ગાઇડલાઇનનું કડક પાલન કરાવવાની વ્યૂહરચના બનાવી સ્વચ્છ સુરક્ષા કમિટીને પણ ફરી એક્ટિવ કરી હીરા તથા કાપડના એકમોને રોજેરોજ 7 પ્રશ્નોની માહિતી સબમીટ કરવા સુચના અપાઇ છે. સોમવારે લિંબાયત ઝોને નોટિસથી જાણ કરી છે.

ખાસ કરીને યુનિટોના કર્મચારીઓ, ગ્રાહકો, વેપારીઓ સહિતના લોકોની વેક્સિનેશન સહિતની વિગતો ફરજિયાત અપડેટ કરાવવી પડશે. જો ગાઈડલાઇનનો ભંગ કરાશે તો કડ કાર્યવાહી કરવાની ચિમકી પણ આપવામાં આવી છે.

માસ્ક નહીં પહેરનારા સામે દંડ સહિતના પગલાં લેવાશે

 • કર્મચારીઓ, મુલાકાતીઓ માસ્ક પહેરે, સેનેટાઇઝ કરી-સોશ્યલ ડિસ્ટન્સ જાળવે
 • ડાયમંડ, ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝ, સિનેમાધરો, મોલ, કોમર્શિયલ દુકાનોમાં રસીના બંને ડોઝ લીધા હોય તો જ પ્રવેશ
 • વિદેશથી કે રાજ્ય બહારથી આવનારનો RTPCR નેગેટિવ હોય તો જ પ્રવેશ
 • પ્રવેશ દ્વાર પર ‘નો માસ્ક નો સર્વિસ , નો વેક્સિન નો સર્વિસ’ના બોર્ડ લગાવવા.
 • દુકાનો, માર્કેટ, ઓફિસ તેમજ ફેક્ટરીઓના બારી-બારણાં ખુલ્લા રાખવા
 • ગેટ પર સેનેટાઇઝરની વ્યવસ્થા કરવી.
 • માસ્ક ન પહેરનાર પાસેથી દંડ લેવાની જરૂરી વ્યવસ્થા કરવી.
 • નિયમોનું પાલન ન કરનાર સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરાશે.

વેક્સિન વિના પ્રવેશ નહીં
સોમવારે પાલિકા સાથેની બેઠકમાં ‘નો વેક્સિન નો સર્વિસ’ ઉપર ભાર મુકાયો હતો. પાલિકાએ વેક્સિન ન લેનારને દુકાનમાં પ્રવેશવા ન દેવા સુચના આપી છે. ટેક્સ્ટાઇલમાં મોટાભાગના લોકોએ પ્રથમ ડોઝ લઇ લીધો છે. બીજા ડોઝના સર્ટિં માંગ્યા છે. મનોજ અગ્રવાલ, પ્રમુખ, ફોસ્ટા

અન્ય સમાચારો પણ છે...