તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:પાલિકા અધિકારીઓ મેયરને ગાંઠતા નથી, બે વાર ફરિયાદ કરી છતાં ગેરકાયદે બાંધકામ બની ગયા

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાંદેર ઝોનમાં મળેલી સંકલન બેઠક. - Divya Bhaskar
રાંદેર ઝોનમાં મળેલી સંકલન બેઠક.
  • રાંદેર ઝોનમાં કમિશનર સાથે મળેલી સંકલનની બેઠકમાં હેમાલી બોઘાવાલાની લાચારી
  • કોર્પોરેટરોએ પણ ફરિયાદ કરી કે અધિકારીઓ અમારા ફોન જ ઉપાડતા નથી

રાંદેર ઝોનની સંકલન બેઠક યોજાઇ હતી, જેમાં ગેરકાયદે બાંધકામ તેમજ અશાંતધારાનું યોગ્ય પાલન ન થતું હોવાનો મુદો ગાજ્યો હતો. બેઠકમાં ગેરકાયદે બાંધકામ અંગે કામગીરી ન થતી હોવાથી ખુદ મેયરે રોષ ઠાલવ્યો હતો. મેયર હેમાલી બોઘાવાલાએ કહેવું પડ્યુ હતું કે,‘મેયર બન્યા બાદ બે વખત ગેરકાયદે બાંધકામ મુદે ફરિયાદ કરી હતી છતાં કોઇ જ પ્રકારની કામગીરી થઇ નથી.’ રાંદેર-ગોરાટના શંકરનગરમાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામનું અગાઉ પાલિકાએ ડિમોલિશન કર્યું હતું. જો કે ફરીથી કોમર્શિયલનું કામ શરૂ થઇ જતાં મેયરે કડક કાર્યવાહી કરવા બે-બે વખત ફરિયાદ કરી હતી.

જો કે પાલિકા દ્વારા કોઇ જ પ્રકારની કામગીરી ન કરવામાં આવી ન હતી. મેયરે આ મુદો સંકલનમાં ઉઠાવતા ઝોનના અધિકારીઓએ પોલિસ બંદોબસ્ત ન મળ્યો હોવાનું બહાનું આગળ ધરી દીધુ હતું. આ મુદા સિવાય અશાંતધારાનું યોગ્ય પાલન થતું નહીં હોવાનો તથા અધિકારીઓ કોર્પોરેટરોના ફોન જ ઉપાડતાં નહીં હોય લોક પ્રશ્ને અને તેનું ફોલો-અપ પણ થઈ શકતું નહીં હોવાનો રોષ કોર્પોરેટરોએ ઠાલવ્યો હતો. જેના સમાધાનરૂપે વોટ્સએપ ગ્રુપ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

સંકલનની બેઠકમાં આ મુદાઓ પર ચર્ચા થઈ

  • અશાંતધારામાં જરૂરી કલમ પ્રમાણે જે તે મંજુરીઓ કલેક્ટરમાંથી મેળવ્યા પછી જ બાંધકામની પરવાનગી લઇને આગળની કાર્યવાહી કરવાની હોય છે તે અમુક જગ્યાએ થતી જ નથી. આ નિયમનું પાલન જરૂરી છે.
  • નવા સમાવિષ્ટ વિસ્તારો ઇચ્છાપોર, ભાઠા, ભાટપોર ગામોમાં જે પ્રાથમિક સુવિધા જે બાકી છે તે વહેલી તકે આપવી જોઈએ, વિકાસ કામો સારી રીતે થાય, આરોગ્ય કેન્દ્રમાં લોકોને અગવડતાં નહી પડે સારી રીતે ચાલવા જોઈએ.
  • પ્રિમોન્સૂન કામગીરી, સ્ટ્રોર્મ ડ્રેનેજ લાઈન તથા સુભાષ ગાર્ડન સામે દબાણોને પગલે ભારે ન્યૂસન્સનો ઘણાં વર્ષોથી પ્રશ્ન છે. મચ્છી-મટનનું વેચાણ થાય છે પરંતુ તે જાહેર રસ્તા પર જ કબ્જો કરી લેવાયો છે અને કાયમી વસવાટ થઈ ગયો છે તેથી ટ્રાફિક જામ અને અકસ્માતોના બનાવ બની રહ્યાં છે.
અન્ય સમાચારો પણ છે...