તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત પાલિકાનું નવું આયોજન:અધિકારીઓ ફિલ્ડમાં ઓછા ફરી કારના અધધધ... બીલ વધુ મૂકતા હતા, હવે GPS લગાવવા વિચારી રહી છે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કહે છે અમારી સમક્ષ આવા બે કિસ્સા આવતા GPS લગાવવાનું આયોજન
  • કોન્ટ્રાક્ટની ગાડીઓ ક્યાં અને કેટલી ફરી તેના કિમી ચેક કરાશે

પાલિકામાં પદાધિકારીઓ અને અધિકારીઓને ફાળવવામાં આવેલી ગાડીઓમાં જીપીએસ સિસ્ટમ લગાડવાની વિચારણા ચાલી રહી છે. જેના કારણે અધિકારીઓમાં છૂપો રોષ ફેલાયો છે. કોન્ટ્રાક્ટ હેઠળ ભાડેથી ચાલી રહેલી ગાડીઓના બિલો વધુ પડતાં મુકાતા હોવાનું શાસકોના ધ્યાન પર આવ્યું છે. જેથી ખોટા ખર્ચા પર રોક લગાડવા શાસકોએ કવાયત હાથ ધરી છે. જો કે જીપીએસ સિસ્ટમથી લોકેશન જાણી શકાય છે તેમજ કોન્ટ્રાક્ટની ગાડીઓ ક્યાં અને કેટલી ફરી તેના કિમી ચેક થઇ શકે છે.

200થી વધુ ગાડીઓ કોન્ટ્રાક્ટ હેઠળ
પાલિકામાં મેયર, ડે.મેયર, સ્થાયી સમિતિ ચેરમેન, શાસકપક્ષ નેતા અને વિપક્ષી નેતાને ફાળવવામાં આવેલી ગાડી પાલિકાની માલિકીની છે. જ્યારે વિવિધ પેટા કમિટીના પદાધિકારીઓ અને અધિકારીઓ મળી 200થી વધુ ગાડીઓ ભાડાથી કોન્ટ્રાક્ટ હેઠળ ફાળવામાં આવી છે. શાસકોના ધ્યાન બે કિસ્સા સામે આવ્યા છે કે, ગાડીઓના રજૂ કરાતા બિલો વધારે મુકાય છે. ​​​​​​​કોઇ ગાડીનું 32 હજાર તો કોઇ ગાડીનું 42 હજાર જેટલું બિલ રજૂ થાય છે. જેથી વાસ્તવમાં ગાડી એટલા કિલોમીટર ચાલી છે કે કેમ? તે જાણી શકાતું નથી. જે બિલો રજૂ થાય તેને જ સાચા માનીને અત્યાર સુધી બિલો મંજૂર થતા હતાં. જેથી જીપીએસ સિસ્ટમ લગાડવાનું શાસકો વિચારી રહ્યા છે. જીપીએસ સિસ્ટમથી ક્યાં કેટલા ફેરા સાથે લોકેશન મળી શકશે.

બિલમાં દર્શાવેલા કિમીનું ક્રોસ ચેકિંગ કરી શકાશે
હાલ બિલોમાં જે કિલોમીટર દર્શાવવામાં આવે છે તે સાચા છે કે ખોટા તેનો ખ્યાલ મેળવી શકાતો નથી. જો કે કોન્ટ્રાક્ટ હેઠળની ગાડીઓમાં જીપીએસ સિસ્ટમ લગાવતાં ગાડીઓ ક્યાં-ક્યાં અને કેટલી ફરી છે અને તેના કિમી પણ જાણી શકાશે. જેથી અધિકારીઓ દ્વારા મુકવામાં આવતાં બિલનું ક્રોસ ચેકિંગ પણ કરી શકાય છે.

ગાડીના બિલો વધુ મુકાતા હોવાનું ધ્યાને આવ્યું છે
જીપીએસ સિસ્ટમ લગાડવા હાલ માત્ર વિચારણા ચાલી રહી છે. ગાડીઓના રજૂ થતા બિલો પર અભ્યાસ કરવામાં આવતા બિલો વધુ મુકાતા હોવાનું નજરે આવ્યું છે. કોઇ ગાડી સરેરાશ દૈનિક 40થી 50 કિ.મી ચાલતી હોઇ છે, તો કોઇની 150 કિલોમીટર. આમ કેવી રીતે ખોટા ખર્ચાઓ રોકી શકાય તેને લઇ કામ ચાલી રહ્યું છે. આગામી અઠવાડિયામાં આ સંદર્ભે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. > પરેશ પટેલ, ચેરમેન, સ્ટેન્ડીંગ

અન્ય સમાચારો પણ છે...