સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા આવાસમાં પોપડા પડવાની ઘટના સામે આવી છે. બિલ્ડીંગના પહેલા માળે પોપડા પડતા રહીશોમાં ભય માહોલ જોવા મળી રહ્યો છે. માત્ર 8 વર્ષમાં જ બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું હોવાનું રહીશો જણાવી રહ્યા છે. માત્ર આઠ વર્ષમાં જ આવાસની સ્થિતિ જર્જરીત થઈ જતા કામગીરી પર પણ અનેક સવાલ ઉઠ્યા છે.
આવાસમાં પોપડા પડતા રહીશોમાં ભય
સુરતના અડાજણ વિસ્તારમાં મનપા દ્વારા આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ આવાસની અંદર કેટલાક લોકો વસવાટ કરે છે. દરમિયાન પહેલા માળના સ્લેબના પોપડા ખરી પડતા રહીશોમાં ભય જોવા મળી રહ્યો છે.અહીં નાના બાળકો પણ રમતા હોય છે, ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા સવાલો રહીશો ઉઠાવી રહ્યા છે.
માત્ર 8વર્ષમાં જ આવાસ જર્જરીત થઈ ગયું
સુરતના અડાજણ વિસ્તારમાં એસએમસી દ્વારા બનાવેલ આવાસ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. માત્ર આઠ વર્ષની અંદર જ આવાસો જર્જરિત થઈ ગયા હોવાનું રહીશો જણાવી રહ્યા છે. આઠ વર્ષની અંદર આવાસ જરજરિત થઈ જતા તેની ગુણવત્તા સામે અનેક પ્રશ્નો આજે ઊભા થઈ રહ્યા છે. હજુ તો આવાસ માટેના રહીશું હપ્તા પૂર્ણ થયા અને વર્ષે થયું છે. ત્યાં તો પોપડા પડવા માંડતા રહીશોમાં રોષ જોવા મળ્યો છે. જેને લઇ આવા જ ખૂબ જ હલકી ગુણવત્તાના મટીરીયલ સાથે બનાવવામાં આવ્યું હોવાનું રહીશો આક્ષેપ કરી રહ્યા છે.
જીવના જોખમે રહેવા લોકો મજબૂર
સુરતના અડાજણ વિસ્તારમાં બનાવવામાં આવેલ આવાસમાં લોકો આજે જીવના જોખમે રહી રહ્યા છે. ગરીબ લોકો માટે ફાળવેલું આ આવાસ હલકી ગુણવત્તાનું બનાવવામાં આવ્યા હોવાના આરોપ સાથે તેઓ પોતાનું જીવન રામ ભરોસે વિતાવી રહ્યા છે. આ આવાસમાં મહિના પહેલા પણ બીજા માળનો સ્લેબના પોપડા પડ્યા હતા. તેનો કાટમાળ પણ હજુ પડ્યો છે. ફરી પહેલા માળના પોપડા પડતા લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.
ઝૂંપડપટ્ટીમાં રહેવું સારું-રહીશ
રહીશોએ જણાવ્યું હતું કે, હપ્તા તો સમયસર લેવામાં આવી રહ્યા છે. પરંતુ આવાસમાં ભય હેઠળ જીવી રહ્યા છીએ, અના કરતા તો અમારી ઝૂંપડપટ્ટી સારી હતી. કમ સે કમ શાંતિથી જીવન તો જીવી રહ્યા હતા. અહીંયા જ્યારથી આવ્યા છીએ દુઃખમાં જીવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.