તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:​​​​​​​સુરતમાં પાલિકાની કતારગામ ઝોન ઓફિસે શાકભાજીના વિક્રેતાઓએ વેચાણ શરૂ કરી દેવાની માગ સાથે હોબાળો કર્યો

​​​​​​​સુરત3 મહિનો પહેલા
શાકભાજીનું વેચાણ શરૂ કરે તેવી વ્યવસ્થા કરવા માટે માંગ કરવામાં આવી
  • કોરોના ગાઈડલાઈનના પાલન સાથે વેપાર શરૂ કરવા દેવાની માગ

સુરતના કતારગામ કંતારેશ્વર મહાદેવ મંદિરની આસપાસ શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા શાકભાજીના વેપારીઓની સ્થિતિ કથળી છે. વિશ્વકર્મા સોસાયટી પાસે શાકભાજીના વેપારીઓ વર્ષોથી વેપાર કરે છે. કોરોના સંક્રમણ દરમિયાન તેમને શાકભાજી વેચવાથી રોકવામાં આવ્યા હતાં. પરંતુ હવે સ્થિતિ સુધરી રહી છે ત્યારે તેઓ ફરીથી શાકભાજીનું વેચાણ શરૂ કરે તેવી વ્યવસ્થા કરવા માટે માંગ કરવામાં આવી છે.

ગાઈડલાઈનનું પાલન કરીને વેપાર શરૂ કરી શકે તેઓ એક સૂરમાં રજૂઆત
ગાઈડલાઈનનું પાલન કરીને વેપાર શરૂ કરી શકે તેઓ એક સૂરમાં રજૂઆત

અધિકારીઓના સહયોગની માગ કરાઈ
ગરીબ શાકભાજીના વેપારીઓએ પોતાની રોજીરોટી વર્ષોથી આ વિસ્તારમાં મેળવે છે. કોરોના સંક્રમણ દરમિયાન તમામ ગાઈડલાઈનનું પાલન કરીને તેમણે પોતાનો વેપાર કર્યો હતો. છતાં શહેરમાં કોરોના સંક્રમણ વ્યાપ ખૂબ વધતા તેમણે અધિકારીઓની સૂચનાનું પાલન કરીને વેપાર બંધ કરી દીધો હતો. પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે હવે તેમની પાસે માત્ર આ એક જ વિકલ્પ છે. તેથી અધિકારીઓ થોડો સહયોગ કરે તો તેઓ ફરીથી કોરોના સંક્રમણની ગાઈડલાઈનનું પાલન કરીને વેપાર શરૂ કરી શકે તેઓ એક સૂરમાં તેમણે રજૂઆત કરી હતી.

કતારગામ ઝોનના અધિકારીને રજૂઆત કરી હતી.
કતારગામ ઝોનના અધિકારીને રજૂઆત કરી હતી.

રોજગારીનો પ્રશ્ન હલ કરવા રજૂઆત
કતારગામ ઝોન ખાતે પહોંચીને શાકભાજીના વેપારીઓએ જ્યાં સુધી અન્ય કોઈ વેકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી આ વિસ્તારમાં શાકભાજી વેચવા દેવાની મંજૂરી આપવા બાબતે પોતાની વાત મૂકી હતી. કતારગામ ઝોનના અધિકારીને રજૂઆત કરી કે, અન્ય કોઈ વિકલ્પ જગ્યા ઉપર અમને ખસેડવામાં આવે તો, અમે ત્યાં પણ જવા માટે તૈયાર છીએ, પરંતુ ત્યાં સુધી અમારી રોજગારીનો પ્રશ્ન કેવી રીતે હલ થશે તે અંગે પણ નિર્ણય લેવો જોઈએ.