સ્થાયીની બેઠકમાં નિર્ણય:સુરતમાં મહાનગરપાલિકા દ્વારા ધોરણ 11ના આર્ટ્સ  કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહ માટે શિક્ષકોની હંગામી ધોરણે ભરતી કરાશે

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલિકા દ્વારા તમામ સ્ટ્રીમના અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યાં છે. - Divya Bhaskar
પાલિકા દ્વારા તમામ સ્ટ્રીમના અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યાં છે.
  • 50 શિક્ષકોની ભરતી કરી દેવામાં આવી-સ્થાયી અધ્યક્ષ

કોરોના સંક્રમણ કાળ બાદ ઘણા વાલીઓને પોતાના બાળકોને ખાનગી શાળામાં ભણાવવા મુશ્કેલ બને તેવી સ્થિતિ ઊભી થઇ હતી. જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા ધોરણ 11 વર્ગ શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓને આર્ટસ, કોમર્સ અને સાયન્સ ત્રણેય પ્રવાહના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ વિદ્યાર્થીઓને ભણાવવા માટે કુલ 50 જેટલા શિક્ષકોને હંગામી ધોરણે લેવામાં આવ્યા હતા.

ત્રણેય પ્રવાહમાં અભ્યાસ કરાવાશે
સમગ્ર રાજ્યમાં સુરત એકમાત્ર એવી મહાનગરપાલિકા છે કે, જેની સુમન શાળામાં ધોરણ 11 અને 12 માટેના પણ વર્ગખંડ શરૂ કરવામાં આવ્યા છે. ગત વર્ષે ધોરણ 11ના 24 વર્ગ ખંડ શરૂ કરવામાં આવ્યા હતા. હવે આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 12 નો અભ્યાસ પણ કરશે. કોર્પોરેશન દ્વારા હવે શિક્ષકોની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કરીને વિદ્યાર્થીઓ અને ત્રણેય પ્રવાહમાં યોગ્ય અભ્યાસ આપી શકાય.

પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષે માહિતી આપી હતી.
પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષે માહિતી આપી હતી.

બેઠકમાં નિર્ણય લેવાયા
સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું કે, આજે સ્થાયી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જે પૈકી હાયર સેકન્ડરી માટે શરૂ કરેલા વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે વધારેના શિક્ષકો લેવાનો નિર્ણય કરાયો છે. ધોરણ 11 માટે અત્યાર સુધી 50 શિક્ષકો હતા. હવે ધોરણ 12 ના વર્ગો પણ શરૂ થવા જઈ રહ્યા છે. ત્યારે શિક્ષકોની સંખ્યા કુલ 111 થઈ છે. વિદ્યાર્થીઓ અને આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.