• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Gujarat State Municipal Corporation Employees Coordinating Committee Protests Wearing Black Band At Surat Corporation Over Cost Demands

વિરોધ:પડતર માગણીઓને લઈને ગુજરાત રાજ્ય મહાનગર પાલિકા કર્મચારી સંકલન સમિતિ દ્વારા સુરત કોર્પોરેશન ખાતે કાળી પટ્ટી પહેરી વિરોધ

સુરત19 દિવસ પહેલા
માગણીઓને ગંભીરતાથી લેવામાં આવતા વિરોધ નોંધાવ્યો.
  • પડતર માંગણીઓનો ઉકેલ ન આવે તો આગામી દિવસોમાં ઉગ્ર કાર્યક્રમો આપવાની ચીમકી

ગુજરાત રાજ્ય મહાનગર પાલિકા કર્મચારી સંકલન સમિતિ ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારને કર્મચારીઓના કેટલાક પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. સમિતિ દ્વારા 3 મહિના પહેલા મુખ્યમંત્રી અને ચીફ સેક્રેટરીને તેમની માગણી લેખિતમાં આવેદન સ્વરૂપે આપવામાં આવી હતી. છતાં પણ અત્યાર સુધીમાં કોઇ ઉકેલ ન આવતા આખરે આજે કર્મચારી સંકલન સમિતિ દ્વારા સુરત મહાનગરપાલિકા ખાતે કાળી પટ્ટી પહેરીને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

કઈ માગણીઓને લઈને વિરોધ?
ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા રાજ્ય સરકારને ભારત સરકારના ધોરણે રાજ્યના કર્મચારીઓને સાતમા પગાર પંચના લાભો જેમકે એચઆરએ, શિક્ષણ ભથ્થું, રૂપિયા 10 લાખની મર્યાદામાં કેશલેસ મેડિક્લેમ યોજના, ગ્રેજ્યુટીમાં વધારો, વય નિવૃત્તિ 58 વર્ષથી વધારીને 60 વર્ષ કરવા સહિતની માંગણીઓ કરવામાં આવી હતી. ફિક્સ પગારના કર્મચારીઓને ફુલ પગાર સહિતના તમામ લાભો નિમણૂક તારીખથી આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.

માગણીઓને ગંભીરતાથી લેવામાં આવી રહી નથી
ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના સુરતના ઉપાધ્યક્ષ મહમદ ઈકબાલ શેખે સંકલન સમિતિ દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. છતાં પણ મુખ્યમંત્રી અને ચીફ સેક્રેટરી દ્વારા અમારી માગણીઓને ગંભીરતાથી લેવામાં આવી રહી નથી એવું અમને લાગી રહ્યું છે. કાયદેસર રીતે કર્મચારીઓને જે લાભ મળવાપાત્ર છે તે લાભ પણ સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓને મળી રહ્યો નથી. જો અમારી માગણીઓને ઝડપથી પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે ઉગ્ર કાર્યક્રમ આપીને અમારી માગણી પૂરી કરવા માટે સરકારને ફરજ પાડીશું.