તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Municipal Corporation Appeals Not To Invite Guests In The Society, Awareness Banners Will Be Put Up As Crowds Are Gathering At Religious Places.

મહાપાલિકાની અપીલ:સોસાયટીમાં મહેમાનોને ઘરે નહીં બોલાવવા મહાપાલિકાની અપીલ, ધાર્મિક સ્થાનો પર ભીડ જામતી હોવાથી જાગૃતિ બેનરો લગાડાશે

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાની સ્થિતિ વકરતી જઈ રહી છે કેસો પણ છેલ્લા 10 દિવસમાં વધારો થતો રહ્યો છે ત્યારે પાલિકાએ ફરી વખત શહેરીજનોને સચેત રહેવા માટે અને સોસાયટીઓમાં બહારથી કોઈ પણ વ્યક્તિ-મહેમાનોને ઘરે નહીં બોલાવવા અપીલ કરી છે. શહેરના તમામ ભીડભાડ વાળા સ્થાનો પર સર્વેલન્સ સહિત કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં મંદિર, મસ્જીદો સહિતના ધાર્મિક સ્થાનો પર લોકો વધુ એકત્રીત થઈ રહ્યાં હોવાનું જણાતા આવા ધાર્મિક સ્થાનો પર પુજા, બંદગી માટે આવતાં લોકો માસ્ક વગર, સોશિયલ ડિસ્ટંન્સીગ જાળવતાં નહી હોય આવેરનેશ માટે કોરોના અંગેની ગાઇડલાઈન સહિતના માસ્ક પહેરવાના સૂચનોના બેનરો લગાડવામાં આવનાર છે. પાલિકા કમિશનરે વધુ લોકો ભેગા થતાં હોય તેવા ધાર્મિક સ્થાનો ખાતે આવા બેનરો લગાવવા માટે સૂચના આપી છે.

રેસ્ટોરાંમાં વેન્ટિલેશનની સુવિધા રાખવા સૂચના
શહેરમાં અનલોક બાદ રેસ્ટોરંન્ટો ધમધમતા થઈ ગયાં છે પરંતુ ફરી વખત કોરોનાએ માથુ ઉંચકતાં રેસ્ટોરંન્ટોમાં વધુ લોકો ભેગા થતાં હોય ત્યાં સંક્રમણનો ખતરો રહ્યો છે ત્યારે પાલિકાએ તમામ રેસ્ટોરંન્ટોના માલિકોને તેના રેસ્ટોરન્ટોમાં સોશ્યલ ડિસ્ટંન્સીગનું પાલન અને મહત્ત્વનું રેસ્ટોરંન્ટોમાં વેન્ટીલેશનની સુવિધા રાખવા સૂચના આપી છે.

આર્થિક નબળા લોકોને માસ્ક વિતરણ
પાલિકાએ માસ્ક વગરના ઝડપાતા લોકો પાસેથી 1 હજાર દંડની વસુલાત કરી રહી છે. તેમ છતાં લોકો સુધરવાનું નામ નથી લેતાં અને માસ્ક પહેરતાં નથી. જ્યારે એવા પણ શ્રમિક, કામદારો ભીક્ષુકો મળી રહ્યાં છે કે તેઓ પાસે માસ્ક હોતા નથી આવા આર્થિક નબળા લોકો પાસે દંડ વસુલાત થઈ શકે તેમ નથી ત્યારે પાલિકા આવા લોકોને મફત માસ્ક વિતરણ કરી રહી છે. પાલિકા અને પોલીસ પણ આવા આર્થિક નબળા લોકોને માસ્ક વિતરણ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...