તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:વધુ 1441 કેસ સાથે 25ના મોતથી હાહાકાર, પોઝિટિવનો આંકડો વધીને 77,857 પર પહોંચ્યો

સુરતએક મહિનો પહેલા
પાલિકાની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું.
  • શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 6991 થઈ

કોરોના સંક્રમણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 1441 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 77,857 પર પહોંચી ગયો છે. કોરોના સંક્રમણના પગલે સરકારી ચોપડે વધુ 25 લોકોના કોરોનાથી મોત થયા હોવાથી મૃત્યુઆંક 1327 થયો છે. આજે શહેરમાંથી 617 અને જિલ્લામાંથી 171 લોકોના કોરોનાથી મુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 69,539 પર પહોંચી ગઈ છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 6991 એક્ટિવ કેસ છે.

કેબિનેટ મંત્રી સંક્રમિત
બારડોલીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઈશ્વર ભાઈ પરમાર કોરોનાગ્રસ્ત થયા છે. સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતામંત્રી ઈશ્વરભાઈ પરમારમાં કોરોનાનાં લક્ષણ જણાતાં રેપિડ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તેમનો રેપિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અગાઉ પણ ધારાસભ્યો અને સુરતના મેયર પણ કોરોના સંક્રમિત થયા હતા.

પાલિકાના કાર્યપાલક ઈજનેર અને ભાજપના ખજાનચીનું કોરોનાથી મત્યુ
સુરત મહાનગરપાલિકાના કાર્યપાલક ઈજનેર હિતેન્દ્ર સુથારને કોરોના પોઝિટિવ આવતા છેલ્લા સાત દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. દરમિયાન આજે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા એક વર્ષથી કોરોના સામે મહાનગર પાલિકા તંત્ર લડાઇ લડી રહ્યા છે. અત્યાર સુધીમાં સુરત મહાનગરપાલિકાના 26થી વધુ કર્મચારીઓનો કોરોનામાં મોતને ભેટ્યા છે. જયારે અનેક કર્મચારીઓ કોરોના પોઝિટિવ થઇ ગયા છે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાના માજી કોર્પોરેટર અને ભાજપના હાલના ખજાનચી પ્રવિણભાઈ માળીનું પણ મૃત્યુ થયું છે. તેમને કોરોના થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર બાયપેપ હેઠળ થઇ રહી હતી. સારવાર દરમિયાન એમની હાલત ખરાબ થતાં આજે સવારે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

પાલિકા કમિશનરનાં પત્ની સહિત પરિવારના 3 સભ્યો કોરોના સંક્રમિત
શહેરમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી ગયું છે. ખુદ મહાપાલિકા કમિશનરના અઠવાલાઇન્સ ખાતેના નિવાસસ્થાને તેમના બંને પટાવાળા, સિક્યોરિટી ગાર્ડ, ડ્રાઈવર કોરોનાની ઝપટે ચઢ્યા બાદ કમિશનરનાં ધર્મપત્ની અને સાસુ-સસરાનો આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કમિશનર બંછાનિધિ પાનીએ ઉપરાછાપરી ત્રણ ટેસ્ટ કરાવ્યા હતા. તેમનો રિપોર્ટ નેગેટિવ છે અને તેમના સંતાનમાં એક પુત્ર અને પુત્રીનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. કમિશનરના પરિવાર કોરોનાની ઝપટમાં આવ્યા છે, તેથી સતત ફિલ્ડમાં ફરતા કમિશનરે હાલ ફિલ્ડ વર્ક બંધ કરી કોઇને મળતા નથી. પરંતુ પોતાનું ડેઇલી વર્ક જારી જ રાખ્યું છે. કોરોનામાં પોતાનો પરિવાર સપડાઈ ગયો છે ત્યારે પરિવારનું સાથે પોતાનું અને શહેરની જવાબદારી તેમ છતાં તેઓ નિભાવી રહ્યા છે.

પાલિકા કમિશનર લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી રહ્યા છે.
પાલિકા કમિશનર લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી રહ્યા છે.

પોઝિટિવ કેસનો આંક 76416 પર પહોંચ્યો
મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 76416 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 1302 થયો છે. ગત રોજ શહેરમાં 627 અને જિલ્લામાં 161 લોકો મળી કુલ 788 લોકોને સોમવારે રજા આપી દેવામાં આવી હતી. અત્યારસુધીમાં 68751 દર્દી રિકવર થયા છે. હાલ શહેર જિલ્લામાં 6363 એક્ટિવ કેસ છે.

પાલિકાના કાર્યપાલક ઈજનેરનું કોરોનાથી મોત થયું.
પાલિકાના કાર્યપાલક ઈજનેરનું કોરોનાથી મોત થયું.

શહેરની સરકારી હોસ્પિટલમાં 1241 દર્દી ગંભીર હાલતમાં
શહેરની સ્મિમેર અને સિવિલ હોસ્પિટલ મળી કુલ 1241 દર્દી ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં 877 દર્દી ઓક્સિજન પર,175 દર્દી બાયપેપ પર અને 14 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.આવી જ રીતે સ્મિમેર હોસ્પિટલમાં 191 દર્દી ઓક્સિજન પર, 72 દર્દી બાયપેપ પર અને 12 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.

પાલિકા કમિશનર પરિવારનું સાથે પોતાનું અને શહેરની જવાબદારી તેમ છતાં તેઓ નિભાવી રહ્યા છે.
પાલિકા કમિશનર પરિવારનું સાથે પોતાનું અને શહેરની જવાબદારી તેમ છતાં તેઓ નિભાવી રહ્યા છે.

કતારગામમાં નાયબ આરોગ્ય અધિકારીને નોટિસનો આદેશ
કતારગામમાં દૈનિક 150 આસપાસ કેસો નોંધાઈ રહ્યા છે અન્ય ઝોનમાં પણ આવી જ સ્થિતિ છે. આખા શહેરમાં સંક્રમણ ચિંતાજનક હદે વકરી ચૂક્યું છે. ત્યારે કતારગામ ઝોનમાં નાયબ આરોગ્ય અધિકારીની બેદરકારી સામે આવી છે. કતારગામ ધનવંતરી રથની કામગીરી યોગ્ય થતી નથી, કન્ટેન્મેન્ટ ઝોનમાં કન્ટેન્મેન્ટ કમાન્ડો જઈ કામગીરી નિભાવતા નથી તેથી ડો.શ્રોફને કમિશનરે નોટિસ આપવા આદેશ કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો